આગ બિલ્ડિંગના ત્રીજા માળેથી શરૂ થઈ હતી, જેમાં આઈસીયુ પણ છે. ફતેહગઢ ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ ઝુબેર ખાને જણાવ્યું હતું આગ રાત્રે ૯ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. દુર્ઘટના બાદ મૃતક બાળકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે સ્ટાફ પણ ભાગી ગયો હતો. આ દુર્ઘટના બાદ હોસ્પિટલનું દ્રશ્ય ઘણું પીડાદાયક હતુ. રોષે ભરાયેલા સંબંધીઓનો આક્ષેપ છે કે, બાળકોનો જીવ બચાવવાને બદલે હોસ્પિટલના સ્ટાફે પોતે ત્યાંથી નાસભાગ કરી રહ્યા હતા. હોસ્પિટલમાં હાજર એક મહિલાએ જણાવ્યું કે ચારેબાજુ માત્ર ધુમાડો જ હતો.મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હમીદિયા કેમ્પસમાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીંની કમલા નેહરુ બિલ્ડીંગના બાળરોગ વિભાગમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ૪ બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. જીદ્ગઝ્રેંમાં કુલ ૪૦ બાળકોને દાખલ કરાયા હતા, જેમાંથી ૩૬ બાળકોને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. જાે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ ઝ્રસ્ કમલનાથે આ ઘટનાને ‘અત્યંત દર્દનાક’ ગણાવી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેમણે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ઝ્રસ્ ચૌહાણે કહ્યું કે આરોગ્ય અને તબીબી વિભાગના એસીએસ મોહમ્મદ સુલેમાન આ કેસની તપાસ કરશે. મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર વિશ્વાસ સારંગ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. હોસ્પિટલમાંથી મળેલા વીડિયોમાં મંત્રી વિશ્વાસ સારંગ તે હોસ્પિટલના અધિકારીઓ સાથે મળી બચાવ કામગીરીમાં જાેડાયા હતા. વિશ્વાસ સારંગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે વોર્ડની અંદરની સ્થિતિ ‘ખૂબ ડરામણી’ હતી. તેમણે એમ પણ જણાવ્યું કે ઝ્રસ્ શિવરાજે મૃતક બાળકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.