ભોપાલ,
મધ્યપ્રદેશના ભોપાલમાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર કાર ફરી વળી હતી. ઘટનાના પગલે દોડાદોડી થઈ હતી અને ડ્રાઈવર ઝડપથી કારને રિવર્સ લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. કારની ટક્કર વાગતા એક યુવકનું મૃત્યુ થયું હતું. જ્યારે ૬ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી બેની સ્થિતિ ગંભીર છે. લોકો કાર ડ્રાઈવરને પકડવા પાછળ ભાગ્યા હતા. જાેકે તે ભાગી ગયો હતો. ડ્રાઈવરના વર્તનથી ગુસ્સે ભરાયેલા લોકોએ હોબાળો કર્યો હતો. સ્થિતિ વણસતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ઘટના સ્થળે હાલ તણાવ છે. આ ઘટના શહેરના સ્ટેશન ક્ષેત્ર બજરિયામાં શનિવારના રાતના ૧૧.૧૫ કલાકની છે. પોલીસ હવે કાર ચાલકને શોધી રહી છે. ડ્ઢૈંય્ ઈરશાદ વલીએ જણાવ્યું કે દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન જ્યારે ભોપાલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાંદબડ તરફથી ઝડપથી આવી રહેલી એક કારે લોકોને ટક્કર મારી હતી.