Madhya Pradesh

મધ્યપ્રદેશમાં હિન્દુ બાળકોને સ્કૂલમાં ધર્મપરિવર્તન કરાવવાના આરોપ સાથે તોડફોડ

ભોપાલ
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાની સ્કૂલમાં બાળકોના કથિત ધર્માંતરણના પગલે હોબાળો મચી ગયો છે. અહીંયા આવેલી સેન્ટ જાેસેફ સ્કૂલમાં બાળકોનુ ધર્મપરિવર્તન કરાવાયુ હોવાના આરોપો લાગી રહ્યા છે.તાજેતરમાં એક તસવીર સામે આવી હતી.જેમાં બાળકો પર પાણી છાંટવામાં આવતુ હોવાનુ દેખાતુ હતુ.એ પછી એવો આરોપ લાગ્યો હતો કે, આઠ બાળકોને ખ્રિસ્તી બનાવાયા છે. લોકોનો આરોપ છે કે, ૩૧ ઓક્ટોબરે બાળકોનુ ધર્મપરિવર્તન કરાવાયુ હતુ.જાેકે સ્કૂલના આચાર્યે આ આરોપોને પાયા વગરના ગણાવ્યા છે.દરમિયાન ગઈકાલે સ્કૂલમાં હંગામો થયા બાદ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર સ્કૂલ ખાતે પહોંચ્યા હતા.પોલીસનુ કહેવુ છે કે, તપાસ કરીને જરુરી કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન સ્કૂલમાં તોડફોડ બદલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ચાર કાર્યકરો સહિત ૫૦ સામે કેસ કરવામાં આવ્યો છે. દરમિયાન હિન્દુ સંગઠનોના કાર્યકરોએ તેનો વિરોધ કરીને સ્કૂલ કેમ્પસમાંે તોડફોડ કરી છે અને સ્કૂલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.બીજી તરફ ૨૪ નવેમ્બરે બાળ આયોગ દ્વારા વિદિશા કલેકટરને પત્ર પણ લખવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *