ભોપાલ
મધ્યપ્રદેશમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલને રાજ્યના ગૃહવિભાગે લિંગ પરિવર્તન કરાવી પુરુષ બનવા મંજૂરી આપી દીધી છે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજેશ રાજાેરાએ દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશમાં આવો પહેલો કિસ્સો જાેવા મળી રહ્યો છે જ્યાં મહિલાને પુરુષ બનવા માટે સરકારના કોઈ વિભાગે મંજૂરી આપી હોય. આના પછી તે બીજા કોઈપણ પુરુષ કોન્સ્ટેબલની જેમ જ કામ કરી શકશે. જાણીતા મનોવૈજ્ઞાાનિકોએ પણ તે વાતને સમર્થન આપ્યું છે કે તેને બાળપણથી જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર છે. ગૃહવિભાગે રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ને મંજૂરી આપી છે કે તેઓ મહિલા કોન્સ્ટેબલને લિંગ પરિવર્તન માટે મંજૂરી આપે, કારણ કે તેને બાળપણથી જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલે ૨૦૧૯માં આ પ્રકારની અરજી સોગંદનામા સાથે પોલીસ મુખ્યાલયને મોકલી હતી. તેણે તેનો ઇરાદો સરકારી ગેઝેટમાં પણ દર્શાવ્યો હતો. પોલીસ મુખ્યાલયે તેની અરજી મંજૂરી માટે રાજ્યના ગૃહવિભાગને મોકલી હતી. નિયમ મુજબ ભારતીય નાગરિકને તેની પોતાની જાતિ, જ્ઞાતિ અને ધર્મ પસંદ કરવાનો અધિકાર છે. આના આધારે રાજ્યના ગૃહવિભાગે પોલીસ હેડક્વાર્ટરને મહિલા કોન્સ્ટેબલને લિંગ પરિવર્તન માટે મંજૂરી આપવા આદેશ આપ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.