Maharashtra

અર્જુન કપૂર-મલાઇકા અરોરા માલદિવ્ઝમાં સાથે હોલીડે પર છે

મુંબઇ
અર્જુન અને મલાઇકા, બંનેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બીચ અને રિસોર્ટના અલગ-અલગ ફોટા પોસ્ટ કરતાં લોકો અચંબામાં પડી ગયાં છે.તેમને એમ લાગે છે કે બંનેની ફોટોસ્ટોરીઝ પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે બેઉ માલદિવ્ઝ એકસાથે ગયાં છે. અર્જુને રિસોર્ટમાં એક શેડ નીચે બેઠો હોય એવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકતાં લખ્યું હતું કે ‘જ્યારે હૉલીડે પર એ તમને ફોન સ્ક્રૉલ કરતાં જાેઇ લે’. તેણે પોતાના રિસોર્ટમાંથી એક મોનોગ્રામ સેલ્ફી પોસ્ટ કરતાં પોતાના પ્રશંસકોને એ જગ્યાનું અનુમાન કરવાનું કહ્યું હતું.જાેકે થોડાં કલાક પછી તેણે માલદિવ્ઝના ફરી ટાપુ પરઆવેલી પોતાની હોટલને લોકેશનરૂપે ટેગ કરી હતી. જ્યારે મલાઇકા વારંવાર જુદાં જુદાં પોશાકમાં સજ્જ થઇને પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકતી રહી હતી. તેણ સફેદ રંગના પ્રિન્ટેડ શર્ટમાં સૂર્યસ્નાન કરતી પોતાની સેલ્ફી પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.ત્યાર પછી તેણે જિમના પોશાકમાં સજ્જ હોય એવો ફોટો મૂક્યો ત્યારે એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે માલઇકા વર્કઆઉટ કરવાનું ક્યારેય નથી ચૂકતી.અર્જુન કપૂર અને મલાઇકા અરોરા, બંને માલદિવ્ઝમાં રજાઓ માણી રહ્યાં છે. જાેકે મઝાની વાત એ છે કે બંને પોતપોતાના ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ તસવીરો મૂકીને એવુંં દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે તેઓ એકસાથે નથી. પરંતુ તેમના પ્રશંસકો સમજી ગયાં છે કે બંને માલદિવ્ઝમાં એકસાથે છે. અને તેમને એમ લાગે છે કે પોતાના પ્રેમની ઉઘાડેછોગે કબૂલાત કરનાર આ પ્રેમીયુગલને પોતાની રજાઓ બાબતે લોકોને ભરમાવવાની શી જરૂર પડી?

Arjun-Kapoor-And-Mallika-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *