Maharashtra

આઈપીએલ૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શિડયૂલ કન્ફર્મ

મુંબઈ
આઈસીસી ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ની પ્રથમ સેમી-ફાઇનલ મેચ ૧૦ નવેમ્બરે ૨૦૨૧ની સાંજે ૭.૩૦ વાગે અબુ ધાબી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી સેમી-ફાઇનલ ૧૧ નવેમ્બર ૨૦૨૧ના રોજ દુબઇમાં સાંજે ૭.૩૦ વાગેથી શરૂ થશે. ફાઇનલ મુકાબલો ૧૪ નવેમ્બરે દુબઈમાં સાંજે ૭.૩૦ વાગે શરૂ થશે. આ વખતે સુપર-૧૨ને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ગ્રુપ-૧માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા અને બાંગલાદેશ છર્લ્‌ જ્યારે ગ્રુપ-૨માં ભારત, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા છે. સુપર૧૨ રાઉન્ડમાં દરેક ટીમને કુલ પાંચ મેચ રમવાની છે. ત્યાર બાદ બંને ગ્રુપની ટોપ-૨ ટીમો સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરશે અને પછી વિજેતા બે ટીમો ટાઇટલ માટે ટકરાશે. પહેલા ટી-૨૦ વર્લ્‌ડ કપ ભારતમાં રમાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે એને બહાર શિફ્ટ કરી દેવામાં આવ્યો, જાેકે આ ટી-૨૦ વર્લ્‌ડ કપની યજમાની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) કરી રહ્યું છે્‌૨૦ વર્લ્‌ડ કપમાં શુક્રવારે આયર્લેન્ડ અને નામીબિયા વચ્ચે રમાયેલી મેચ બાદ નક્કી થયું હતું કે સુપર ૧૨માં ભારત સામે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સિવાય કઈ અન્ય બે ટીમો ટકરાશે. ભારત ૨૪ ઓક્ટોબરે તેની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે, ત્યાર બાદ ૩૧ ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ અને પછી ૩ નવેમ્બરે અબુ ધાબીમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ ત્રણેય મેચ બાદ વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ ૫ નવેમ્બરે ગ્રુપ બીની વેજેતા ટીમ સામે મુકાબલો થશે. આ સિવાય ૮ નવેમ્બરે ટીમનો મુકાબલો ગ્રુપ એમાં બીજા નંબરે રહેનારી નામીબિયા ટીમ સાથે થશે.

M.S.dhoni-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *