મુંબઈ
બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાનની ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ૩ ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ૨૮ ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટે જામીન આપ્યા હતા અને તે ૩૦ ઓક્ટોબરે જેલની બહાર આવ્યો હતો. આર્યનને શરતી જામીન મળ્યા હતા, જેમાં તેણે દર શુક્રવારે (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસ ૧૧થી ૨ વચ્ચે હાજરી પુરાવવાનું કહ્યું હતું. જામીન મળ્યા બાદથી આર્યન ખાન દર શુક્રવારે દ્ગઝ્રમ્ ઓફિસ જતો હોય છે. જાેકે, હવે તેણે આ શરત દૂર કરવામાં આવી તેવી અરજી બોમ્બે હાઇકોર્ટમાં કરી છે. આર્યન ખાને દેસાઈ કરીમજી એન્ડ મુલ્લા સ્ટેટ્સ લોઅર ફર્મના માધ્યમથી અરજી કરી છે. તેણે અરજીમાં કહ્યું છે કે તે જ્યારે પણ દ્ગઝ્રમ્ની ઓફિસ જાય છે ત્યારે મોટી સંખ્યામાં મીડિયાની હાજરી જાેવા મળે છે. જતાં તથા આવતાં સમયે પોલીસ તેને કોર્ડન કરીને લઈ જાય છે. આર્યન ખાનની અરજીની સુનાવણી બોમ્બે હાઇકોર્ટમાં ટૂંક સમયમાં થશે અને અહીંયા દ્ગઝ્રમ્ પોતાનો જવાબ આપશે.


