મુંબઈ
સિઝન ૧ અને ૨ની સફ્ળતા બાદ હવે નિર્દેશક પ્રકાશ ઝા વેબ સિરીઝની ત્રીજી સિઝનની તૈયારીમાં લાગી ગયા છે. આ દરમિયાન ભોપાલમાં લગાવેલા સેટમાં રવિવારે અમુક ઉપદ્રવીઓએ સેટમાં તોડફેડ કરી અને પ્રકાશ ઝા પર સહી પણ ફ્ેંકવામાં આવી. ભોપાલના ડીઆઈજીએ જણાવ્યંુ કે, આ ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું. રવિવારે થયેલી તોડફોડની પુષ્ટિ કરીને ભોપાલના ડીઆઈજી ઈરશાદ વલીએ કહ્યું, ‘બધા ઉપદ્રવીઓને પરિસરમાંથી ખસેડી દેવામાં આવ્યા છે અને કોઈ પણ ગંભીર રીતે ઘાયલ નથી, જાે કે અમુક વાહનોને નુકસાન થયંુ છે.’ મીડિયા રિપોર્ટ મુજબ ઉપદ્રવીઓએ ‘આશ્રામ‘ના નિર્માતા તેમજ નિર્દેશક પ્રકાશ ઝા પર હિંદુઓને ખોટી રીતે ચિત્રિત કરવાનો આરોપ લગાવીને સહી પણ ફ્ેંકી હતી.. સોશિયલ મીડિયા પર હુમલાના અમુક ફોટા પણ સામે આવ્યા છે જેમાં ક્ષતિગ્રસ્ત થયેલા વાહનો અને વિખરાયેલો સામાન જાેઈ શકાય છે. પત્થરમારામાં ઘણા વાહનોના કાચ પણ તૂટયા છે. આ ઘટના દરમિયાન બજરંગ દળવાળાનો હાથ જણાવાઈ રહ્યો છે.


