મુંબઈ
ઇશા ગુપ્તાએ ખુલાસો કર્યો છે કે ૯ વર્ષના બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સફરમાં કેટલાક પડાવ એવા આવ્યા હતા જેમાં તેની સફર કંઇ સારી ન રહી. એવું પણ થયું કે, ઇશા ગુપ્તાને એક ફિલ્મની શૂટિંગ દરમિયાન મોડા આવવા માટે તેના પર માત્ર ગુસ્સો નહી પણ ગાળો બોલવામાં આવી હતી. વાતચીત દરમિયાન તે ઘટનાને યાદ કરીને ઇશા ગુપ્તાએ કહ્યું કે, ત્યાં મારી કોઇ ભૂલ નહોતી. તેણે મને હિન્દીમાં કંઇક કહ્યું અને મેં ફરીને તેની સામે જાેયું. ત્યારબાદ તેણે કહ્યું કે તું મોડી આવી છે. હું શાંત સ્વભાવની છું, મેં તેને કહ્યું કે હું મોડી નથી આવી. હું બધા કરતાં વહેલી આવી હતી પરંતુ મારા આઉટફિટનો પ્રોબ્લેમ હતો. મારો આઉટફિટ બદલાઇ ગયો હતો. આમાં મારી ભૂલ નથી. ત્યારબાદ તેણે મને બીજી વખત ગાળ આપી હતી. પહેલી વખતની ગાળને મેં ધ્યાન પર ના લીધી કારણ કે દિલ્હીની સામાન્ય ભાષામાં આ ચાલે છે. પરંતુ બીજી વખત ગાળ સાંભળીને મગજ ગયું અને એ જ ગાળ મેં ડાયરેક્ટરને આપી હતી. ત્યારબાદ તે ડાયરેક્ટરને કહ્યું બીજી વખત આવી રીતે વાત ન કરતો. મેં વાળમાં રોલર લગાવ્યા હતા. મેં તે કાઢયા અને તરત મારી ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી ગઇ હતી.


