ઊના તાલુકા પંચાયત કચેરીમાં આવેલ નરેગા ઓફીસમાં સ્લેબના છત પરથી પોપડા પડતા મોટી જાનહાની ટળી હતી. બપોરના સમયે નરેગા ઓફીસમાં આસીસ્ટન પ્રોગ્રામ ઓફીસરની ચેમ્બરના ઉપરના ભાગે સ્લેબના પોપડા ઉખડી નિચે પડતા આજુબાજુમાંથી લોકો દોડી ગયા હતા. જોકે આ નરેગા ઓફીસમાં બપોરના સમયે તમામ કર્મચારીઓ બાજુના રૂમમાં જમતા હોવાથી તમામનો કુદરતી આબાદ બચાવ થયેલ હતો. ત્યારે આ કચેરીમાં અવાર નવાર સ્લેબના પોપડ પડવા છતાં કોઇ રીપેરીંગ કામ કરાવામાં આવતુ ન હોવાથી કર્મચારીઓએ અધિકારી સામે રોષ વ્યક્ત કરેલ હતો. આવી ગંભીર ધટના બનતી હોવા છતાં અધિકારીઓ રીપેરીગ કામ કરાવતા ન હોય અને કોઇનો જીવ જોખમમાં મુકાય તેની રાહ જોઇ બેઠા છે કે શું ? તેવા અનેક સવાલો ઉઠવા પામેલ છે. ત્યારે આ બાબતે ગંભીરતા લઇ તાત્કાલીક રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી ઉઠેલ છે.


