Maharashtra

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 54 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 68 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 189 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,26,348 સોદાઓમાં કુલ રૂ.10,947.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 68 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 189 પોઈન્ટ તેમ જ એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 54 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 63,039 સોદાઓમાં કુલ રૂ.3,922.15 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,836ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,944 અને નીચામાં રૂ.47,760 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.100 ઘટી રૂ.47,861ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.70 ઘટી રૂ.38,692 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.4,797ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,669ના ભાવે ખૂલી, રૂ.55 ઘટી રૂ.47,722ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,695 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,872 અને નીચામાં રૂ.64,142 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.232 ઘટી રૂ.64,699 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.240 ઘટી રૂ.64,867 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.237 ઘટી રૂ.64,861 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 12,942 સોદાઓમાં રૂ.2,403.72 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.65 ઘટી રૂ.216.90 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.65 ઘટી રૂ.280ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.746.15 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.21.2 ઘટી રૂ.1,497.70 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 28,167 સોદાઓમાં કુલ રૂ.2,455.58 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,202ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,244 અને નીચામાં રૂ.6,197 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.49 વધી રૂ.6,233 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.70 ઘટી રૂ.427 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,188 સોદાઓમાં રૂ.433.58 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,797ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1800 અને નીચામાં રૂ.1772 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 વધી રૂ.1,790 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,050 અને નીચામાં રૂ.17,000 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.35 વધી રૂ.17,025ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,140.30ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1143 અને નીચામાં રૂ.1139.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.80 વધી રૂ.1142.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.943 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.340 વધી રૂ.33,040 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,221 સોદાઓમાં રૂ.1,946.12 કરોડનાં 4,066.786 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 52,818 સોદાઓમાં કુલ રૂ.1,976.03 કરોડનાં 305.518 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.317.75 કરોડનાં 14,495 ટન, જસતના વાયદાઓમાં રૂ.195.80 કરોડનાં 6,950 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,095.95 કરોડનાં 14,627.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.688.02 કરોડનાં 4,5750 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.106.20 કરોડનાં 5,705 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,402 સોદાઓમાં રૂ.873.65 કરોડનાં 14,04,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,765 સોદાઓમાં રૂ.1,581.93 કરોડનાં 3,66,96,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 9 સોદાઓમાં રૂ.0.36 કરોડનાં 40 ટન અને કોટનના વાયદાઓમાં 1,796 સોદાઓમાં રૂ.202.82 કરોડનાં 62325 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 98 સોદાઓમાં રૂ.3.99 કરોડનાં 42.12 ટન, રબરના વાયદાઓમાં 17 સોદાઓમાં રૂ.0.30 કરોડનાં 17 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,268 સોદાઓમાં રૂ.226.11 કરોડનાં 20,060 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,541.216 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 626.115 ટન, એલ્યુમિનિયમમાં 15,125 ટન, જસત વાયદામાં 6,200 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,312.500 ટન, નિકલ વાયદામાં 2,578.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,000 ટન, ક્રૂડ તેલમાં 6,89,200 બેરલ અને નેચરલ ગેસમાં 72,65,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 140 ટન, કોટનમાં 147925 ગાંસડી, મેન્થા તેલમાં 396 ટન, રબરમાં 57 ટન, સીપીઓમાં 84,890 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,609 સોદાઓમાં રૂ.140.11 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 585 સોદાઓમાં રૂ.47.62 કરોડનાં 663 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 792 સોદાઓમાં રૂ.73.35 કરોડનાં 866 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,624 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,158 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,370ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,398 અને નીચામાં 14,330ના સ્તરને સ્પર્શી, 68 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 39 પોઈન્ટ ઘટી 14,371ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,980ના સ્તરે ખૂલી, 189 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 144 પોઈન્ટ ઘટી 16,898ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો નવેમ્બર વાયદો 6,490ના સ્તરે ખૂલી, દિવસ દરમિયાન 54 પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે 19 પોઈન્ટ વધી 6,514ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 17,403 સોદાઓમાં રૂ.1,592.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.188.04 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.45.24 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,359.39 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *