મુબઈ
આયુષ્યમાન ખુરાનાએ પોતાની કારકિર્દીની શરૂઆત નવા જેનરની ફિલ્મોથી કરી હતી. વિક્કી ડોનર જેવી બોલ્ડ વિષયની ફિલ્મ કરીને તેણે જાેખમ વ્હોર્યુ હતું. પરંતુ આજે તે ખુબ સફળ અભિનેતાની હરોળમાં સામેલ છે. તેણે કહ્યું હતું કે હું દર્શકોને સતત કંઇક નવુ આપવા માટે જાેખમ લેતો જ રહી છે, આજે પણ આ કામ ચાલુ છે. બોલીવૂડમાં હું એક ટીપીકલ હીરોની ઇમેજમાં બંધાઇ રહેવા ઇચ્છતો નથી. આ પંજાબી સ્ટાર અંગત જીવનમાં પણ એકની એક ઘરેડથી જીવવામાં માનતો નથી. તેને સતત નવું કરવાની ઇચ્છા થતી રહે છે. તે કહે છે એક આર્ટીસ્ટ તરીકે મારે લોકોને એટલુ જ કહેવું છે કે તમે એકની એક ઘરેડમાં જાેડાઇ ન રહો. મને મારી ફિલ્મ ડ્રીમગર્લની સ્ક્રીપ્ટ ખુબ ગમી હતી. કારણ કે તેમાં પણ લોકોને સ્ટીરીયોટાઇપ ન બનવાનો મેસેજ હતો. હું કલાકાર તરીકે સતત ઓફબીટ સ્ક્રીપ્ટની જ શોધ કરતો રહુ છું. આવી ફિલ્મો કરવામાં મને અનેરો આનંદ પણ મળે છે. તેની આવનારી ફિલ્મોમાં ચંદીગઢ કરે આશિકી, અનેક અને ડોકટર જી સામેલ છે.