મુંબઇ
આદિત્ય ચોપરા ભારતમાં ડિજિટલ કન્ટેટ પ્રોડકશનના સ્તરની ગુણવત્તા સુધારવા માગે છે.તે ભારતીય કહાનીઓને નવારૂપરંગે ચીતરવા માંગે છે. વાઇઆરએફમાં આ સ્ક્રિપ્ટોને સ્થાનીય રીતે તૈયાર કરવામાં આવી રહી છે. આદિત્ય ચોપરાનું માનવું છે કે, ડિજિટલ પ્લેટફોર્મ પરથી ભારતીય કહાનીઓને યોગ્ય રીતે દુનિયા સામે રાખવાની ક્ષમતા છે. વાઇઆરએફ પોતાના વૈશ્વિક દર્શકોને સૌથી શાનદાર રીતે ઉત્તમ વાર્તાઓને લોકો સામે લાવવા ઇચ્છે છે. તેથી જ તેઓ વિવિધ સંસ્કૃતિઓ અને પ્રતિભાઓને દુનિયાની સામે લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ભારતનું સૌથી મોટું પ્રોડકશન હાઉસે ૨૦૨૧-૨૨માં રૂપિયા ૧૨૦૦ કરોડનું રોકાણ કર્યું છે. હવે યશરાજ ફિલ્મસ એક નવા બિઝનેસ વેન્ચરને શરૂ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. આ નિર્માણહાઉસ ભારતની ઓટીટી માર્કેટમાં ઝંપલાવી રહ્યું છે. જે માટે તેણે રૂપિયા ૫૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે.


