મુંબઈ
મેન ઓફ ધ મેચ બનેલા સ્પિનર એડમ ઝમ્પાના ચુસ્ત સ્પેલ બાદ ઓપનર ડેવિડ વોર્નરે નોંધાવેલી અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપના સુપર–૧૨ રાઉન્ડના ગ્રૂપ–૧ની લીગ મેચમાં શ્રીલંકાને ત્રણ ઓવર બાકી રાખીને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ફિલ્ડિંગ કરી હતી. શ્રાીલંકન ટીમ છ વિકેટે ૧૫૪ રન બનાવી શકી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૧૭ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૫ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. આ વિજય સાથે ઓસ્ટ્રેલિયન ટીમ ગ્રૂપ–૧માં ઇંગ્લેન્ડ બાદ બીજા ક્રમે પહોંચી ગઇ છે. ઓસ્ટ્રેલિયાનો આ સતત બીજાે વિજય છે. એરોન ફિન્ચે ટી૨૦ ક્રિકેટમાં ૨૫૦૦ રન પૂરા કર્યા હતા. તે વિશ્વનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. ભારતનો વિરાટ કોહલી ૩,૨૧૬ રન સાથે ટોચના ક્રમે છે. ટોપ–૫ અન્ય ખેલાડીઓમાં માર્ટિન ગુપ્ટિલ (૨૯૫૬), રોહિત શર્મા (૨૮૬૪) તથા પોલ સ્ટરિ્ંલગનો (૨૫૭૦)નો સમાવેશ થાય છે
