Maharashtra

કરણ જાેહરના પરિવારના સભ્યોનો કોરોના ટેસ્ટ કર્યો

મુંબઈ,
અભિનેતા અને ફિલ્મ નિર્માતા સોહેલ ખાનની પત્ની સીમા ખાન ૮ ડિસેમ્બરે કરણ જાેહરની પાર્ટીમાં હાજરી આપતા પહેલા ૭ ડિસેમ્બરે હાઈ રિસ્ક કોવિડ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હતી. જે પછી સીમા ખાન કોરોના નિયમોના ઉલ્લંઘનમાં હોમ ક્વોરેન્ટાઇન અને ઇ્‌-ઁઝ્રઇ તપાસ કરાવવાને બદલે કરણ જાેહરની પાર્ટીમાં જાેડાઈ ગઈ. પાર્ટીમાં આવેલી સેલિબ્રિટીઝની હાલત ખરાબ થવા લાગી અને તેમાંથી કરીના કપૂર અ ે અમૃતા અરોરા કોરોના સંક્રમિત થઈ ગયા. બાકીના સેલેબ્સના રિપોર્ટ આવવાના બાકી છે. હાલ ડોક્ટરે કરીનાને હોમ ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ આપી છે. અને તેમની બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. મ્સ્ઝ્ર એ કરીના કપૂરના ઘરના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. સેલિબ્રિટીઝ કોરોના નિયમોનું પાલન નથી કરી રહ્યા, જેના કારણે તેમના સ્ટાફ અને અન્ય લોકો પરેશાન થાય છે. કરણ જાેહરની પાર્ટીને કોરોના ફેલાવનાર ગણાવવામાં આવી રહી છે. કરણની પાર્ટીમાં આલિયા ભટ્ટે પણ હાજરી આપી હતી, તે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ઇઇઇના શૂટિંગમાં વ્યસ્ત છે. કરીના કપૂર ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. તેણે કહ્યું કે હું હોમ ક્વોરેન્ટાઇન છું અને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તેમનો ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવો. મ્સ્ઝ્રએ કોરોના પ્રોટોકોલ હેઠળ કરીનાના ઘરની બહાર નોટિસ ચોંટાડી છે. કરીનાએ જણાવ્યું કે તે ૩૦ લોકોના સંપર્કમાં આવી છે. તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને આજે સાંજ સુધીમાં રિપોર્ટ આવી શકે છે. કરણ જાેહરની પાર્ટી પહેલા અનિલ કપૂરની દીકરી રિયાએ પણ તેના ઘરે ક્રિસમસ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં મલાઈકા અને અમૃતા અરોરાએ હાજરી આપી હતી.મ્સ્ઝ્રના ડૉક્ટરો ફિલ્મ નિર્માતા કરણ જાેહરની બિલ્ડિંગમાં આવ્યા, પરિવારના સભ્યોના સેમ્પલ લીધા અને આવતીકાલે રિપોર્ટ આવે તેવી શક્યતા છે. મ્સ્ઝ્રએ તેમના ઘરને સેનિટાઈઝ કર્યું છે. ૮ ડિસેમ્બરે મુંબઈમાં કરણ જાેહરની ‘ધ રેસિડેન્સી’માં ૪ કલાક સુધી પાર્ટી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં કરણ જાેહર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, સોહેલ ખાનની પત્ની સીમા ખાન, મહિપ કપૂર અને પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ હાજરી આપી હતી.

Karan-Johar-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *