મુંબઈ
યામીએ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી પરંતુ આ દરમિયાન જે વસ્તુઓ દરેકનું ધ્યાન એ હતું તેનું મંગળસૂત્ર. જે મંગળસૂત્ર યામીએ કરવાચોથના દિવસે પહેર્યું એવું જ સોનાલી બેન્દ્રેએ પણ પહેર્યું હતું. સોશિયલ મીડિયા પર ફેન્સ આ દિવસોમાં આ એક્ટ્રેસના મંગળસૂત્રને જાેયા વગર ન રહી શક્યા. જાેકે આ એક બલ્ગારી મંગળસૂત્ર છે જેની કિંમત લગભગ ૩.૪૯ લાખ રૂપિયા છે. આ ૧૮ કેરેટ ગોલ્ડનું મંગળસૂત્ર યામી ગૌતમે રેડ અને ગોલ્ડ સિલ્કની સાડીની સાથે પહેર્યું હતું જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે સોનાલી બેન્દ્રેએ આ મંગળસૂત્ર ૧૯ વર્ષ જૂના લહેંગા સાથે પહેર્યું હતું. ફેન્સ આ બન્ને એક્ટ્રેસના વખાણ કરતા ન થાક્યા. જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરા જાેનસે પણ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું તેમાં પણ આવંુ જ મંગળસૂત્ર પહેર્યું હતું.
