મુંબઈ
કરીના કપૂર ખાનને આવો અંદાજ પણ નહીં હોય કે, તેના ગાર્ડની સલામનીને પ્રત્યુત્તર ન આપવા બદલ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવશે.સોશિયલ મીડિયાના જમાનામાં બોલીવૂડ સિતારાઓની એક-એક હરકતો રેકોર્ડ થતી હોય છે. ભલે મનોરંજન દુનિયાના સિતારાઓ એમ સમજતા તેમને કોઇજાેઇ નથી રહ્યું. પરંતુ વાસ્તવમાં સાવ એમ નથી થતું હોતું. ફેન્સની નજરે તેમના માનીતા સ્ટાર ચડી જતા હોય છે. હાલમાં જ કરીના કપૂર ખાન સાથે પણ આમ જ થયું છે. ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર મનોરંજન દુનિયાના એક તસવીરકારે કરીના કપૂરખાનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કરીના કારમાં થી ઊતરીને પોતાના ઘર તરફ આવી રહી છે. એ દરમિયાન દરવાજા પરના સિક્યોરિટીએ કરીનાને સલામ કરી હતી. પરંતુ કરીનાએ તેને નજરઅંદાજ કરી નાખતા કોઇ પ્રત્યુત્તર આપ્યો નહોતો. બેબોની આ હરકતને તેના પ્રશંસકોએ નોટિલ કરી લીધી અને તેને ઘમંડીનો ટેગ આપી દીધો.સોશિયલ મીડિયાના યુઝર્સો તસવીરકારના આ વીડિયો પર ટીપ્પણી કરી રહ્યા છે કે કરીનાએ આટલો ઘમંડ નહોતો દેખાડવો જાેઇતો.