Maharashtra

કેટલાક લોકો માટે હું ખરાબ જ રહીશ ઃ પૂજા બેનર્જી

મુંબઈ
કસોટી જિંદગી કી, કુમકુમ ભાગ્ય સહિતના ટીવી શો થકી જાણીતી બનેલી પૂજા બેનર્જી સોશિયલ મિડીયા પર હોટ અને બોલ્ડ તસ્વીરોથી વારંવાર આગ લગાડતી રહે છે. તે અલગ અલગ સ્ટાઇલ અને અદા સાથેની ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરી વાહવાહી મેળવતી રહે છે. તાજેતરમાં પૂજાએ કેટલીક બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી હતી. સાથે લખ્યું હતું કે કેટલાક લોકો માટે હું હમેંશા એક ખરાબ છોકરી જ રહેવાની છું. આ કેપ્શનથી પૂજાએ એવા લોકો માટે મુકયું હતું જે તસ્વીરો જાેયા પછી ટ્રોલ કરવાની ટેવ ધરાવતાં હોય છે. પૂજાની આ તસ્વીર જાેઇને તેના કો-સ્ટાર સાહિલે કોમેન્ટ કરી હતી કે તું પામેલા એન્ડરસનની નાની બહેન કમેલા લાગી રહી છે. કિશ્વર મર્ચન્ટ અને રિહાના પંડિતે પણ પૂજાના હોટ અને બોલ્ડ અવતારના વખાણ કર્યા હતાં. પૂજાના અલગ અલગ અવતારને ચાહકો સોશિયલ મિડીયા પર ખુબ પસંદ કરે છે. પૂજાએ કારકિર્દીની શરૂઆત ૨૦૧૧માં રોડીજથી કરી હતી. ચંદ્રકાંતા, વિક્રમ વેતાલ, દિલ હી તો હૈ, નાગાર્જુન-એક યોધ્ધા સહિતના શો તેણે કર્યા છે. તે નેશનલ લેવલની સ્વીમર પણ રહી ચુકી છે.

pooja-benjee-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *