સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાઓમાં પ્રત્યાઘાતી ઘટાડોઃ ક્રૂડ પામતેલ, રબર, મેન્થા તેલ, કપાસમાં વૃદ્ધિઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 74 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 168 પોઈન્ટની મૂવમેન્ટ
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,36,401 સોદાઓમાં કુલ રૂ.11,537.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 74 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 168 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 64,903 સોદાઓમાં કુલ રૂ.3,760.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,147ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,280 અને નીચામાં રૂ.48,050 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.114 ઘટી રૂ.48,086ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.293 વધી રૂ.38,802 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.4,779ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,996ના ભાવે ખૂલી, રૂ.91 ઘટી રૂ.47,939ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,235, ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,235 અને નીચામાં રૂ.65,576 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.382 ઘટી રૂ.65,757 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.323 ઘટી રૂ.65,932 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.332 ઘટી રૂ.65,922 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 11,352 સોદાઓમાં રૂ.2,114.60 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.229.70 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.55 ઘટી રૂ.282ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.90 ઘટી રૂ.760 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.7 વધી રૂ.1,600.40 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 36,196 સોદાઓમાં કુલ રૂ.3,350.16 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,314ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,317 અને નીચામાં રૂ.6,242 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.7 ઘટી રૂ.6,304 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.60 વધી રૂ.440.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,059 સોદાઓમાં રૂ.277.05 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,701ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1730 અને નીચામાં રૂ.1701 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.50 વધી રૂ.1,717 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,620ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,740 અને નીચામાં રૂ.17,615 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.275 વધી રૂ.17,720ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,145ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1152.90 અને નીચામાં રૂ.1140 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.30 વધી રૂ.1145.90 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11 વધી રૂ.942.90 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.100 વધી રૂ.31,940 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 12,911 સોદાઓમાં રૂ.1,843.98 કરોડનાં 3,830.638 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 51,992 સોદાઓમાં કુલ રૂ.1,916.34 કરોડનાં 290.412 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.279.06 કરોડનાં 12,030 ટન, જસતના વાયદાઓમાં રૂ.230.58 કરોડનાં 8,155 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.990.45 કરોડનાં 12,917.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.511.36 કરોડનાં 3,237 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.103.15 કરોડનાં 5,480 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,241 સોદાઓમાં રૂ.915.64 કરોડનાં 14,57,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,955 સોદાઓમાં રૂ.2,434.52 કરોડનાં 5,29,96,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 9 સોદાઓમાં રૂ.0.31 કરોડનાં 36 ટન અને કોટનના વાયદાઓમાં 680 સોદાઓમાં રૂ.64.97 કરોડનાં 20800 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 158 સોદાઓમાં રૂ.6.59 કરોડનાં 69.48 ટન, રબરના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.0.39 કરોડનાં 22 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,190 સોદાઓમાં રૂ.204.79 કરોડનાં 18,160 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,686.872 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 617.258 ટન, એલ્યુમિનિયમમાં 14,115 ટન, જસત વાયદામાં 5,920 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,627.500 ટન, નિકલ વાયદામાં 2,719.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,495 ટન, ક્રૂડ તેલમાં 7,22,700 બેરલ અને નેચરલ ગેસમાં 89,50,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 132 ટન, કોટનમાં 141925 ગાંસડી, મેન્થા તેલમાં 442.08 ટન, રબરમાં 48 ટન, સીપીઓમાં 83,420 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,908 સોદાઓમાં રૂ.166.56 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 883 સોદાઓમાં રૂ.74.86 કરોડનાં 1,032 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 783 સોદાઓમાં રૂ.71.47 કરોડનાં 820 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,312 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 835 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,515ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,554 અને નીચામાં 14,480ના સ્તરને સ્પર્શી, 74 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 40 પોઈન્ટ ઘટી 14,496ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 17,460ના સ્તરે ખૂલી, 168 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 41 પોઈન્ટ ઘટી 17,440ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 19,983 સોદાઓમાં રૂ.1,868.45 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.226.94 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.50.46 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,591.05 કરોડનાં કામકાજ થયાં હતાં.
