Maharashtra

ક્રૂડ તેલ, નેચરલ ગેસના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારોઃ રબરમાં નરમાઈ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,40,382 સોદાઓમાં કુલ રૂ.12,677 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 83 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 338 પોઈન્ટ તેમ જ એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 97 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 66,558 સોદાઓમાં કુલ રૂ.4,106.69 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,555ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,740 અને નીચામાં રૂ.47,482 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.304 વધી રૂ.47,708ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.73 વધી રૂ.38,153 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.4,733ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,330 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,695 અને નીચામાં રૂ.65,110 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.582 વધી રૂ.65,595 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.521 વધી રૂ.65,736 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.536 વધી રૂ.65,734 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 21,227 સોદાઓમાં રૂ.3,830.42 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.45 વધી રૂ.236.30 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.15 વધી રૂ.287ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.55 વધી રૂ.767.75 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.16.3 વધી રૂ.1,569.70 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 24,771 સોદાઓમાં કુલ રૂ.2,017.81 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,155ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,240 અને નીચામાં રૂ.6,132 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.92 વધી રૂ.6,234 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.60 વધી રૂ.389.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 4,739 સોદાઓમાં રૂ.587.08 કરોડનાં કામકાજ થયા હતા. રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,010ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,198 અને નીચામાં રૂ.16,700 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.500 ઘટી રૂ.16,832ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,116.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1132.90 અને નીચામાં રૂ.1114.20 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7.70 વધી રૂ.1131.40 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.30 ઘટી રૂ.926.80 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.50 ઘટી રૂ.31,260 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,437 સોદાઓમાં રૂ.2,034.05 કરોડનાં 4,272.295 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 51,121 સોદાઓમાં કુલ રૂ.2,072.64 કરોડનાં 316.282 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.733.24 કરોડનાં 31,405 ટન, જસતના વાયદાઓમાં રૂ.440.14 કરોડનાં 15,465 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,566.52 કરોડનાં 20,355 ટન, નિકલના વાયદાઓમાં રૂ.915.47 કરોડનાં 5,901 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.175.05 કરોડનાં 9,380 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,281 સોદાઓમાં રૂ.973.72 કરોડનાં 15,73,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,490 સોદાઓમાં રૂ.1,044.09 કરોડનાં 2,64,15,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,128 સોદાઓમાં રૂ.135.58 કરોડનાં 44000 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 731 સોદાઓમાં રૂ.28.77 કરોડનાં 308.16 ટન, રબરના વાયદાઓમાં 42 સોદાઓમાં રૂ.0.73 કરોડનાં 42 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,838 સોદાઓમાં રૂ.422 કરોડનાં 37,940 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,431.214 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 583.747 ટન, એલ્યુમિનિયમમાં 14,215 ટન, જસત વાયદામાં 6,765 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,707.500 ટન, નિકલ વાયદામાં 3,040.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,340 ટન, ક્રૂડ તેલમાં 6,90,300 બેરલ અને નેચરલ ગેસમાં 95,10,000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 143900 ગાંસડી, મેન્થા તેલમાં 466.560 ટન, રબરમાં 34 ટન, સીપીઓમાં 84,290 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે પ્રથમ સત્ર સુધીમાં 2,149 સોદાઓમાં રૂ.187.71 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 871 સોદાઓમાં રૂ.73.49 કરોડનાં 1,024 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,031 સોદાઓમાં રૂ.94.36 કરોડનાં 1,086 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,573 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 807 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,329ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,385 અને નીચામાં 14,302ના સ્તરને સ્પર્શી, 83 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 89 પોઈન્ટ વધી 14,375ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 17,450ના સ્તરે ખૂલી, 338 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 100 પોઈન્ટ વધી 17,461ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 20,938 સોદાઓમાં રૂ.1,947.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.244.64 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.51.79 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,650.71 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *