,મુંબઈ
આર્યન ખાનને જામીન મળ્યાની ખુશીમાં બાંદ્રા સ્થિત શાહરુખના નિવાસસ્થાન મન્નત ખાતે મોટી સંખ્યામાં શાહરુખના પ્રશંસકો ઊમટી પડયાં હતાં અને ભારે આતશબાજી કરીને બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને વધાવી લીધો હતો. શાહરુખે લીગલ ટીમ સાથે ફોટો પણ પડાવ્યો હતો. કોઇ વ્યક્તિએ ડ્રગનું સેવન ન કર્યું હોય પરંતુ તેની પાસેથી ડ્રગ મળે તો પણ એનડીપીએસ એક્ટ અંતર્ગત કેસ થઇ શકે છે અરબાઝ મર્ચન્ટ પાસે ૬ ગ્રામ ચરસ હતું અને આર્યન તે સારી રીતે જાણતો હતો એ જ દિવસે તમામ આઠ આરોપીઓ પાસેથી ડ્રગ્સ મળી આવ્યાં હતાં અને આ કોમર્શિયલ જથ્થો ગણી શકાય વોટ્સએપ ચેટ બતાવે છે કે આરોપીએ કોમર્શિયલ ક્વોન્ટિટીમાં ડ્રગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આર્યને પંચનામામાં જણાવ્યું છે કે અરબાઝ પાસે રહેલું ચરસ તેઓ ક્રૂઝ પર લેવાના હતા જામીન અને સુનાવણી કેસના બે અલગ અલગ સ્તર છે શૌવિક ચેટરજી પાસેથી ડ્રગ મળ્યું નહોતું છતાં બોમ્બે હાઇકોર્ટે તેને અપરાધમાં સામેલ ગણ્યો હતો આરોપીઓએ રિમાન્ડ માટેના મેજિસ્ટ્રેટના ઓર્ડરને પણ પડકાર આપ્યો નહોતો રોહતગીએ આર્યન વતી જણાવ્યું હતું કે, ક્રૂઝ પર ૧૩૦૦ પ્રવાસીઓ હાજર હતા. હું અરબાઝ અને અચિત સિવાય કોઇને ઓળખતો નથી. એનસીબીનો દાવો છે કે આ કોઇ યોગનુયોગ નથી પરંતુ કાવતરું છે. એનસીબી આ આઠ લોકો ડ્રગના સેવન માટે ભેગા થયાં હતાં તેવું પુરવાર કરવામાં નિષ્ફળ રહી છે.ક્રૂઝ ડ્રગ કેસમાં એનસીબી દ્વારા ધરપકડ કરાયેલા બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે મંજૂર કર્યા હતા. અગાઉ સેશન્સ કોર્ટ અને વિશેષ એનડીપીએસ કોર્ટે જામીન નકારી કાઢતાં છેલ્લા ૨૫ દિવસથી આર્યન ખાન મુંબઇની આર્થર રોડ જેલમાં છે. આર્યન ખાનની સાથે સહઆરોપીઓ અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન પણ હાઇકોર્ટે મંજૂર કર્યાં હતા. જાેકે હાઇકોર્ટ ત્રણેના જામીન પરનો વિસ્તૃત આદેશ શુક્રવારે જાહેર કરશે અને ત્યાં સુધી આર્યન, અરબાઝ અને મુનમુનને જેલમાં જ રહેવું પડશે. હાઇકોર્ટના વિગતવાર ચુકાદા બાદ આર્યન, અરબાઝ અને મુનમુન શુક્રવારે મોડી રાત્રે અથવા તો શનિવારે જેલમાંથી મુક્ત થશે. આ પહેલાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજીઓ પર સતત ૩ દિવસ સુનાવણી ચાલી હતી. આર્યન ખાન વતી ભારતના પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી અને એનસીબી વતી અધિક સોલિસિટર જનરલ અનિલ સિંહે ગુરુવારે બપોરે ૩ કલાકે હાઇકોર્ટની કાર્યવાહી શરૂ થતાં એનસીબીના વકીલ અધિક સોલિસિટર જનરલ અનિલ સિંહે આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરી મુકુલ રોહતગીની દલીલોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, આર્યન ખાન પહેલીવાર ડ્રગ લઇ રહ્યો નથી. રેકોર્ડ પ્રમાણે તે છેલ્લા બે વર્ષથી નિયમિત રીતે ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે. આર્યન ખાન પાસેથી ડ્રગ પકડાયું હતું. આરોપીએ ભલે ડ્રગનું સેવન ન કર્યું હોય પરંતુ જાે તેની પાસેથી ડ્રગ પકડાય તો તેની સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત કેસ કરી શકાય છે. આ કેસ ડ્રગના સેવનનો નથી પરંતુ ડ્રગ રાખવાનો છે. આર્યન ખાન ડ્રગ ટ્રાફિકિંગમાં સંડોવાયેલો છે. તેના તાર ડ્રગ્સ પેડલરો સાથે જાેડાયેલાં છે. તેથી એનસીબીએ એનડીપીએસ એક્ટની કલમ ૨૮ અને ૨૯ અંતર્ગત કેસ નોંધ્યો છે. આ કોઇ ગેરકાયદેસર ધરપકડ નહોતી. કોઇપણ કાવતરું પુરવાર કરવું ઘણું મુશ્કેલ હોય છે. ફક્ત કાવતરાખોર જ જાણતો હોય છે કે તેણે કેવી રીતે કાવતરું ઘડયું છે.


