મુંબઈ
હવામાન ખાતાએ એવી માહિતી પણ આપી હતી કે ૧,ડિસેમ્બરે કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ(ઓરેન્જ એલર્ટ)ની આગાહી કરવામાં આવી હતી. નાશિકમાં બુધવારે વહેલી સવારે હવામાનમાં તોફાની પલટો આવ્યો હતો. વહેલી સવારે શરૃ થયેલો વરસાદ ગુરુવારે વહેલી સવાર સુધી વરસ્યો હતો.નાશિકમાં ૨૪ કલાક દરમિયાન ૬૩.૮ મિલિમીટર વર્ષા થઇ હતી. જાેકે ૫૪ વર્ષ પહેલાં એટલે કે ૧૯૬૭ના ડિસેબરના અંત સુધીમાં કુલ ૯૭.૪ મિ.મિ.(૩.૮૯ ઇંચ) વર્ષા થઇ હોવાનો રેકોર્ડ પણ મળે છે.૨૦૨૧ની ૧,ડિસેમ્બરે નાશિકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.શિયાળના ઠંડા માહોલમાં વરસેલા ભારે કમોસમી વરસાદ સાથે નાશિકમાં ૫૪ વર્ષનો રેકોર્ડ પણ તૂટયો હતો. હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે ૧,ડિસેમ્બરે નાશિકમાં ૨૪ કલાક દરમિયાન ૬૩.૮ મિલિમીટર(૨.૫૫ ઇંચ) વર્ષા નોંધાઇ હતી.અગાઉ ૧૯૬૭ના ડિસેમ્બરમાં નાશિકમાં ૨૪ કલાક દરમિયાન ૩૧ મિલિમીટર વરસાદ વરસ્યો હોવાનો રેકોર્ડ મળે છે. એટલે કે ૧૯૬૭ના ડિસેમ્બરમાં વરસેલા વરસાદની સરખામણીએ ૨૦૨૧ના ડિસેમ્બરમાં બમણી વર્ષા થઇ હતી.નાશિક શહેર માટે આ એક વિશિષ્ટ રેકોર્ડ છે.
