મુંબઇ
ટીવી એકટર અભિનવ શુકલાએ તાજેતરમાં પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. ૩૯ વર્ષના આ અભિનેતાને બિગ બોસની ૧૪મી સિઝનને કારણે વધુ ઓળખ મળી હતી. તે એક મોડેલ અને ટીવી અભિનેતા તરીકે જાણીતો છે. તેણે સ્ટંટ શો ખતરો કે ખેલાડી-૧૧માં પણ ભાગ લઇ ચાહના મેળવી હતી. અભિનવ પંજાબનાં લુધિયાણામાં મોટો થયો છે. તેણે ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરિંગથી બીટેક કર્યું છે. બીટેક કર્યાનાં પછી તે મિસ્ટર બેસ્ટ પોટેંશિયલ તરીકે પસંદગી પામ્યો હતો. અભિનવે ટીવી પરદે સિરીયલ જર્સી નંબર ૧૦થી શરૂઆત કરી હતી. બાદમાં તેણે ગીત, એક હજારો મેં મેરી બહેના હૈ, જાને કયા બાત હુઇ, છોટી બહૂ, સિંદુર બિના સુહાગન, હિટલર દીદી સહિતમાં મહત્વના રોલ ભજવ્યા છે. સિલસિલા બદલતે રિશ્તો કા શોમાં નેગેટિવ રોલ ભજવીને પણ તેણે પડકાર જીલ્યો હતો. જય હો ફિલ્મથી તેણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. તેને પર્વતારોહણનો ખુબ શોખ છે. તે ગમે તેવા વ્યસ્ત સમયમાં પણ કસરત કરવાનો સમય કાઢી લે છે. આઉટડોર એડવેન્ચરનો તેને ભરપુર શોખ છે.
