Maharashtra

પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર મુશ્તાકની દિકરીએ તેને મેકઅપ કરતો વિડીયો વાયરલ

મુંબઈ
પૂર્વ ક્રિકેટર સકલીન મુશ્તાકની દીકરી હજી ઘણી નાની છે અને તે મેકઅપની શોખીન છે. આ શોખ પૂરો કરવા માટે તે તેના પિતાને પણ છોડતી નથી. ભૂતકાળમાં પણ અનેક પ્રસંગોએ તેણે પોતાના પિતા પર કરેલા પ્રયોગો દ્વારા પોતાની પ્રતિભા દર્શાવી છે. આ વખતે પણ, જ્યારે પાકિસ્તાનની ટીમ સાથે લગભગ ત્રણ મહિના ગાળ્યા પછી ઘરે પાછો ફર્યો, ત્યારે દીકરી રાહ જાેઈ રહી હતી કે તેના પિતા ક્યારે પાછા આવશે અને ક્યારે તેનો મેક-અપ કરી શકશે. સકલીન મુશ્તાક શેર કરેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, આ વખતે દીકરી મેકઅપ માટે બીજા પાર્ટનરને પણ સાથે લઈ ગઈ છે. બંનેએ સાથે મળીને પાપા ના વાળ અને દાઢીમાં નાની ક્લિપ્સ લગાવી છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, જીંટ્ઠઅ જટ્ઠકી, જંટ્ઠઅ ટ્ઠં ર્રદ્બી ુૈંર અર્ર્ેિ ઙ્મદૃીઙ્ઘ ર્હીજ ટ્ઠહઙ્ઘ ીહર્દ્ઘઅ ર્ેિ ષ્ઠઙ્મૈॅ સકલીન મુશ્તાકની દીકરી હજુ ઘણી નાની છે અને તેને મેકઅપ કરવાનો ખૂબ શોખ છે. અને આ શોખ પૂરો કરવા માટે તે તેના પિતાને પણ છોડતી નથી. પાકિસ્તાન પ્રવાસ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથેની ૩ વન-ડેની શ્રેણી કોરોનાને કારણે રદ કરવામાં આવી છે. પાકિસ્તાને ૩ ્‌૨૦ મેચની શ્રેણીમાં શાનદાર ક્લીન સ્વીપ કર્યું. ટી૨૦ સીરીઝ બાદ તમામ ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને મુખ્ય કોચ સકલીન મુશ્તાક પણ લાંબા સમય બાદ ધરે પહોંચ્યા છે. લાંબા સમય બાદ ઘરે પહોંચતા પૂર્વ ક્રિકેટરને બાળકોએ મીઠી સજા આપી હતી. તેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ પરથી ૨૬ સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે, કેવી રીતે મુશ્તાકના બાળકોએ તેની હેર સ્ટાઈલ કરી હતી. આ અનુભવી ભૂતપૂર્વ ઓફ-સ્પિનર?ભૂતકાળમાં ઘણી વખત આવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ ચૂક્યો છે, પરંતુ બાળકોની ખુશી માટે બધું જ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *