Maharashtra

પેરિસ ફેશન વીકમાં ૪૭ વર્ષની એશ્વર્યાએ વાઈટ ડ્રેસમાં કર્યું રેમ્પ વોક

મુંબઈ
એશ્વર્યા રાય બચ્ચનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી તમિલ ફિલ્મને લઇ ઘણી ચર્ચામાં છે. એશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં પોન્નીયન સેલવાનમાં જાેવા મળશે. દરેકની નજર આ ફિલ્મ પર છે. એવી અપેક્ષા છે કે ચાહકોને ફિલ્મમાં અભિનેત્રીનું વિશેષ રૂપ જાેવા મળશે. આ સિવાય તે અનુરાગ કશ્યપની ફિલ્મ ગુલાબ જામુનમાં પણ જાેવા મળશે. અભિનેત્રીને છેલ્લે ચાહકોએ ‘ફન્ને ખાન’માં જાેઈ હતી. આ ફિલ્મ વધારે કમાલ કરી શકી નથી. બૉલીવુડની સુંદર એક્ટ્રેસ એશ્વર્યા રાય પોતાના ચાહકોના દિલ પર રાજ કરે છે. એશ્વર્યાની ખુબસુરતીના ફેન્સ વિદેશોમાં પણ દીવાના છે. હાલમાં જ એશ્વર્યા રાય બચ્ચન પેરિસ ફેશન વીકમાં વાઈટ ડ્રેસમાં રેમ્પ વોક કરતી જાેવા મળી. પેરિસ ફેશન વીકમાં એશ્વર્યા રાયનો લુક કોઈ પણ પરીથી ઓછી ન લાગી રહ્યો હતો. એક્ટ્રેસના અંદાજ અંગે એક વાર ફરી ફેન્સના દિલોને ઘાયલ કરી દીધા છે. એશ્વર્યાએ અહીં ખુલા બાલ અને ન્યૂડ મેકઅપથી પોતાના લુકને સુપર હટકે રજુ કર્યો. આજ કારણ છે એશ્વર્યા પોતાના આ અંદાજને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જણાવી દઈએ કે એશ્વર્યા રાય બચ્ચન પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે પેરિશમાં જ છે. એશ્વર્યા પતિ અને પુત્રી સાથે પેરિસ ફેશન વીક ૨૦૨૧માં ભાગ લેવા માટે આવી છે. આ દરમિયાન અભિનેત્રીએ સફેદ રંગના ડ્રેસમાં રેમ્પ વોક કર્યું હતું, આ દરમિયાન અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે. દરેક જણ અભિનેત્રીની શૈલીની પ્રશંસા કરી રહ્યું છે ફોટો પરથી એવું લાગતું નથી કે તે ૪૭ વર્ષની છે. અભિષેક બચ્ચને ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે અને જેમાં એફિલ ટાવરનો સુંદર નજારો રાત્રે દેખાય છે. આ વીડિયો શેર કરતા અભિષેકે લખ્યું છે કે જ્યારે પેરિસ ચમકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *