મુંબઈ
લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સના આસાન મુકાબલામાં આયરલેન્ડના એનહાટ એનગુએનને ૨૧–૧૦, ૨૧–૧૬થી હરાવ્યો હતો. સૌરભ વર્માએ આક્રમક શરૂઆત કરીને બ્રાઝિલના યેગોર કોએલ્હો સામેના રોમાંચક મુકાબલામાં ૨૨–૨૦, ૨૧–૧૯ના સ્કોરથી વિજય હાંસલ કર્યો હતો. બીજા રાઉન્ડમાં તે જાપાનના કેન્ટો નિશિમોટો સામે ટકરાશે. મેન્સમાં શ્રાીકાંત, પી. કશ્યપ તથા એચ.એસ. પ્રણોયને પરાજયનો સામનો કરવો પડયો હતો. શ્રીકાંતે નિર્ણાયક ગેમમાં બે પોઇન્ટની લીડ લીધી હોવા છતાં મોમોટા ૭૯ મિનિટ સુધી રમાયેલી મેચમાં ૧૮–૨૧, ૨૨–૨૦, ૧૯–૨૧થી પરાજિત થયો હતો. ભારતના અન્ય એક ખેલાડી કશ્યપનો ફ્રાન્સના બ્રાઇસ લેવરડેઝ સામે ૧૭–૨૧, ૨૧–૧૭, ૧૧–૨૧થી પરાજય થયો હતો. પ્રણોયને ચાઇનીઝ તાઇપેઇના ચાઉ ટિએન ચેને એકતરફી મેચમાં ૧૧–૨૧, ૧૪–૨૧થી હરાવ્યો હતો. વિમેન્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીનો કોરિયાની લી સોહી અને શિન સ્યૂંગચેનની જાેડી સામે ૨૧–૧૬, ૨૧–૧૭થી પરાજય થયો હતો. લંડન ગેમ્સની મેડલ વિજેતા સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતના અભિયાનનો અંત આવી ગયો હતો. આમ ભારત માટે મિશ્રિાત દિવસ રહ્યો હતો. સિંધુએ ડેનમાર્કની જૂલી ડેવાલ જેકોબસનને વિમેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડની મેચમાં ૨૧–૧૫, ૨૧–૧૮થી હરાવી હતી. હૈદરાબાદની અન્ય એક ખેલાડી સાઇનાએ જાપાનની સયાકા તાકાહાશી સામે ૧૧–૨૧, ૨–૯ના સ્કોરે મુકાબલાને પડતો મૂક્યો હતો. સાઇનાને ઉબેર કપ દરમિયાન જાંઘમાં ઈજા થઈ હતી. ત્રીજી ક્રમાંકિત સિંધુનો આગામી મુકાબલો ડેનમાર્કની લાઇન ક્રિસ્ટોફર્સન સામે થશે.
