મુંબઈ
અભિનેતા ગુલશન દેવૈયાને સતત કામ મળી રહ્યું છે. હવે તે તાપસી પન્નુ સાથેની ફિલ્મ બ્લરમાં જાેવા મળવાનો છે. આ ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ નૈનિતાલમાં થયું છે. ગુલશને કહ્યું હતું કે તાપસી સાથે આ ફિલ્મનું શુટીંગ કરવાની ખુબ મજા આવી છે. તાપસી પોતાના જ હોમ પ્રોડકશનમાં ઝી સ્ટુડિયોઝ અનેઇકોલોન પ્રોડકશન સાથે મળી આ ફિલ્મ બનાવી રહી છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે એક યુવતી અણધારી સ્થિતિમાં ફસાઈ જાય છે. ફિલ્મમાં રોમાંચ અને ડ્રામા જાેવા મળશે. ૨૦૨૨માં ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. તાપસી સાથે સેટ પર કેવો અનુભવ રહ્યો હતો એ વિશે ગુલશને કહ્યું હતું કે મારા અત્યાર સુધીના અનુભવોમાંથી સોૈથી સારો અનુભવ બ્લરના સેટ પર રહ્યો હતો. તાપસી સાથે મળી હું સતત ટીમ સાથે પ્રેન્કસ કરતો હતો. પોતાના પાત્ર વિશે ગુલશન દેવૈયાએ કહ્યું હતું કે ‘હું ગાયત્રીના પતિ નીલનું પાત્ર ભજવી રહ્યો છું જે ખૂબ સારો, સમજદાર માણસ છે પરંતુ અંદરથી તે દુખી અને અધૂરો છે