મુંબઈ
સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં પાકિસ્તાન ૬/૧૮૬ ઃ ફકર ઝમાનની અડધી સદી વડે પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં છ વિકેટે ૧૮૬ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. આફ્રિકન ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરી હતી. ઝમાને ૨૮ બોલમાં પાંચ સિક્સર અને બે બાઉન્ડ્રી વડે ૫૨ રન બનાવ્યા હતા. આ ઉપરાંત શોએબ મલિકે ૨૮, આસિફ અલીએ ૩૨ રનનું યોગદાન આપ્યું હતું. કાગિસો રબાડાએ ૨૮ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. પાથુમ નિશાન્કા અને વાનિંન્દુ હસરંગા વચ્ચે નોંધાયેલી સદીની ભાગીદારી વડે શ્રાીલંકાએ અહીં રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપના ગ્રૂપ-એની મેચમાં આયરલેન્ડ સામે સાત વિકેટે ૧૭૧ રનનો સંગીન સ્કોર નોંધાવ્યો હતો. આયરલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ર્નિણય કર્યો હતો અને તેના બોલર્સે બીજી ઓવરમાં જ શ્રાીલંકાની આઠ રનમાં ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. નિશાન્કા અને હસરંગાએ ચોથી વિકેટ માટે ૧૨૩ રનની ભાગીદારી નોંધાવીને શ્રાીલંકાને પ્રારંભિક સંકટમાંથી બહાર કાઢી હતી. નિશાન્કાએ ૪૭ બોલમાં ૬૧ તથા હસરંગાએ ૪૭ બોલમાં ૭૧ રન બનાવ્યા હતા. દાસુન શનાકાએ ૧૧ બોલમાં અણનમ ૨૧ રનનું યોગદાન આપ્યું હતું.ભૂતપૂર્વ સુકાની તથા પસંદગીકાર મિસબાહ ઉલ હકે જણાવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટમાં જડમૂળથી વ્યવસ્થામાં સુધારો કરવામાં નહીં આવે તથા અમે બલિનો બકરો શોધવાની આદત બંધ નહીં કરીએ ત્યાં સુધી અમારા દેશની ક્રિકેટમાં સુધારો થશે નહીં. રમતની ઉપરના ભાગની કોસ્મેટિક સર્જરીથી પાકિસ્તાન ક્રિકેટમાં કોઇ ફરક પડશે નહીં કારણ કે સમસ્યાઓ અંદર સુધી ઘૂસી ગઇ છે. અમારું ક્રિકેટ માત્ર પરિણામ જુવે છે અને આગામી યોજનાઓ તથા વ્યવસ્થાઓમાં સુધારો કરવા માટે અમારી પાસે સમય કે ધીરજ નથી. દેશના ખેલાડીઓનો વિકાસ ડોમેસ્ટિક લેવલે કરવું જાેઇએ અને ત્યારબાદ નેશનલ ટીમમાં તેમના વિકાસ અંગે કામ કરવું જાેઇએ. જાે અમે ઇચ્છા મુજબનું પરિણામ લાવી ના શકીએ તો તરત જ બધા બલિનો બકરો શોધવા માડે છે.


