મુંબઈ
બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં હાલ વેડિંગ સીઝન ચાલી રહી છે. રાજકુમાર રાવ-પત્રલેખાના લગ્ન પછી કેટરિના કૈફ-વિકી કૌશલ, અંકિતા લોખંડે-વિકી જૈનના લગ્નની માહિતી મળી છે. એ પછી હવે ઘણા સમયથી મૌની અને સૂરજ એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંને આવતા વર્ષે ૨૭ જાન્યુઆરીએ લગ્ન કરવાના છે. એક્ટ્રેસની પિતરાઈ બહેને એક ઇન્ટરવ્યૂમાં લગ્નની વાતની પુષ્ટિ કરી છે. મૌની અને સૂરજ ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છે. આ મેરેજ દુબઇ કે પછી ઇટાલીમાં યોજાશે. ૨૭ જાન્યુઆરી પહેલાં એટલે કે ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ લગ્ન પહેલાંના ફંક્શન યોજવામાં આવશે. પશ્ચિમ બંગાળના નાનકડા શહેર કૂચ બિહારની મૌની રોય હોમટાઉનમાં રિસેપ્શન રાખશે. જાે કે, મૌનીએ હજુ પોતાના લગ્ન વિશે જાહેરમાં કઈ કહ્યું નથી.મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો મૌની છેલ્લે ફિલ્મ ‘લંડન કોન્ફિડેન્શિયલ’માં જાેવા મળી હતી. આ ફિલ્મ સપ્ટેમ્બર, ૨૦૨૦માં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હવે મૌની અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા રણબીર કપૂર-આલિયા ભટ્ટ સાથે જાેવા મળશે. આ વર્ષની શરૂઆતમાં મૌનીની માતા મંદિરા બેદીના ઘરે સૂરજના પેરન્ટ્સને મળ્યા હતા. એક્ટ્રેસના કઝિન વિદ્યુત રોય સરકારે કૂચ બિહારના લોકલ ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં મૌનીના લગ્ન અંગે વાત કરી હતી. સૂરજ દુબઈમાં બેંકર તથા બિઝનેસમેન છે. તે બેંગલુરુના જૈન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સૂરજ તથા મૌની લાંબા સમયથી એકબીજાના રિલેશનશિપમાં છે. મૌનીના સંબંધો આ પહેલાં ગૌરવ ચોપરા સાથે હતા. ગૌરવથી અલગ થયા બાદ મૌનીના સંબંધો મોહિત રૈના સાથે હતા. જાેકે આ સંબંધોને ૨૦૧૮માં અંત આવ્યો હતો.
