મુંબઈ
ભારતની ૧૪ વર્ષીય શૂટર નામ્યા કપૂરે પોતાની પ્રથમઔઆઇએસએસએફ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કમાલ કરી છે. તેણે ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી હતી. નામ્યાએ ફાઇનલમાં ૩૬નો સ્કોર કર્યો હતો. ફ્રાન્સની કેમિલીએ સિલ્વર તથા ૧૯ વર્ષીય ઓલિમ્પિયન મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની રિધમ સાંગવાન ચોથા ક્રમે રહી હતી. ભારતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં આઠ ગોલ્ડ, છ સિલ્વર તથા ત્રણ બ્રોન્ઝ સહિત ૧૭ મેડલ્સ જીત્યા છે. બીજી તરફ યુવા શૂટર ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે મેન્સ ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનની ફાઇનલમાં વર્લ્ડ રેકોર્ડ સર્જીને ગોલ્ડ મેડલ જીત્યો તોમરે ક્વોલિફિકેશનમાં ૧૧૮૫નો સ્કોર નોંધાવીને જુનિયર વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી હતી. તેણે ફાઇનલમાં ૪૬૩.૪ પોઇન્ટ હાંસલ કરીને જુનિયર વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. તે ફ્રાન્સના લુકાસ ક્રાઇજ્સ કરતાં સાત પોઇન્ટ આગળ હતો. અમેરિકાના ગેબિન ર્બાનિકે આ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. જેમાં મિક્સ, વિમેન્સ તથા મેન્સ ટીમ ચેમ્પિયનશિપ સામેલ છે. આ ઉપરાંત ભારતે મેન્સ ૧૦ મીટર રાઇફલ ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારત બાદ અમેરિકા ૧૨ મેડલ સાથે બીજા તથા ઇટાલી છ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ટોક્યો ઓલિમ્પિક બાદ આ એવી ઇવેન્ટ છે જેમાં ઘણી કેટેગરી સામેલ છે તથા આ ચેમ્પિયનશિપમાં ૩૨ દેશના લગભગ ૩૭૦ શૂટર્સ ભાગ લઈ રહ્યા છે.
