Maharashtra

ભારત સામે ન્યુઝીલેન્ડને ટી૨૦ સિરીઝ જીતવી જરૂરી

મુંબઇ ,
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૭ નવેમ્બરથી ્‌૨૦ સીરીઝ શરૂ થશે. પ્રથમ ્‌૨૦ જયપુરમાં રમાશે. બીજી ટી૨૦ ૧૯ નવેમ્બરે રાંચીમાં અને ત્રીજી ટી૨૦ ૨૧ નવેમ્બરે કોલકાતામાં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૫ નવેમ્બરથી કોલકાતામાં શરૂ થશે અને બીજી ટેસ્ટ ૩ ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે.જાે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવીને ્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧નું ટાઈટલ જીતે છે તો બે વસ્તુઓ થશે. એક, તે પ્રથમ વખત આ ખિતાબ કબજે કરશે, બીજું તે એક જ વર્ષમાં બે મોટા આઈસીસી ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બનશે. કીવી ટીમ આ સાથે ્‌૨૦ ક્રિકેટની વર્લ્‌ડ ચેમ્પિયનનો ખિતાબ મેળવી શકે છે પરંતુ નંબર વન ટીમનો રેન્ક નહીં મેળવી શકે. તેના માટે તેણે ટીમ ઈન્ડિયાને તેના જ ઘરમાં હરાવવું પડશે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટની ૈંઝ્રઝ્ર રેન્કિંગમાં, ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં નંબર વન છે. તે વનડેમાં પણ નંબર વન છે. પરંતુ તે હજુ સુધી ્‌૨૦માં આ સ્થાન હાંસલ કરી શક્યો નથી. ટી૨૦માં તેનું રેન્કિંગ હાલમાં ચોથા સ્થાને છે. તેના ઉપર ઈંગ્લેન્ડ, ભારત અને પાકિસ્તાન છે. હવે આવી સ્થિતિમાં સવાલ એ છે કે, જાે કીવી ટીમ ્‌૨૦ની વર્લ્‌ડ ચેમ્પિયન બની જશે તો શું થશે? શું તેઓ આઈસીસી ૨૦ રેન્કિંગમાં નંબર ૧ ટીમ બનશે? આ પ્રશ્નનો જવાબ ના છે જાે ન્યુઝીલેન્ડ ્‌૨૦ વર્લ્‌ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો વર્લ્‌ડ ચેમ્પિયન બન્યા બાદ તેની રેન્કિંગ ૨ સ્થાન ઉપર જઈ શકે છે, પરંતુ તે ટીમ નંબર ૧ નહીં બની શકે. વર્લ્‌ડ ચેમ્પિયન બન્યા પછી, તે ભારત પાસેથી તેનું નંબર ૨ રેન્કિંગ છીનવી શકે છે, પરંતુ ટોચ પર બેઠેલા ઇંગ્લેન્ડને દૂર કરી શકશે નહીં. ઈંગ્લેન્ડને તેના નંબર વન સ્થાન પરથી હટાવવા માટે ન્યુઝીલેન્ડે ભારતને હરાવવું પડશે. આ જ મેદાન પર ભારતને હરાવીને પણ ન્યુઝીલેન્ડની ટીમ નંબર વન બની શકતી નથી. ઉલટાનું, તેણે આ માટે ક્લીન સ્વીપ કરવું પડશે. એટલે કે ૩ ટી-૨૦ની સિરીઝમાં કિવિઓને ૩-૦થી જીત મેળવવી પડશે. આ પછી જ તે ટેસ્ટ અને વનડેની જેમ ્‌૨૦ ક્રિકેટમાં નંબર વન બની શકશે.

ICC-T20-World-Cup.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *