મુંબઇ
સચિન તેંડુલકરની દિકરી સારા તેંડુલકર ઈન્સ્ટાગ્રામ પર ક્યારેક પરંપરાગત તો ક્યારેક આધુનિક સ્ટાઈલમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે અને ચાહકો પણ તેને ખૂબ પસંદ કરે છે. સારા તેંડુલકરે તેનું સ્કૂલિંગ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે અને તે યુનિવર્સિટી કોલેજ લંડનની સ્નાતક છે. બનિતા સંધુ એક અભિનેત્રી છે જે બોલીવુડમાં કામ કરે છે. તેણે વરુણ ધવન સાથે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઑક્ટોબર’થી ડેબ્યૂ કર્યું હતું. બનિતાએ તમિલ ફિલ્મ આદિત્ય વર્મા અને અમેરિકન સાયન્સ ફિક્શન સિરીઝ પેન્ડોરામાં પણ કામ કર્યું છે. તે છેલ્લે વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમમાં જાેવા મળ્યો હતો. તાનિયા શ્રોફ ઉદ્યોગપતિ જયદેવ શ્રોફ અને રૂમિલા શ્રોફની પુત્રી છે. હાલમાં તે ટૅડપ સ્ટાર અહાન શેટ્ટી સાથે રિલેશનશિપમાં છે.‘માસ્ટર બ્લાસ્ટર’ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે હવે મોડલિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. તેણે પોતાના અસાઇનમેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સારા તેંડુલકર હંમેશા પોતાની ફેશન સેન્સથી ચાહકોને આકર્ષવામાં સફળ રહે છે. તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે. હવે મોડલિંગની દુનિયામાં પગ મૂક્યા બાદ ચાહકો પણ તેના આ નવા અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે. સારા તેંડુલકર તાજેતરમાં પોપ્યુલર ક્લોથિંગ બ્રાન્ડ સાથે જાેડાઈ છે. આ કપડાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તેણે અભિનેત્રીઓ બનિતા સંધુ અને તાનિયા શ્રોફ સાથે મોડેલિંગની શરૂઆત કરી. પ્રમોશનલ વીડિયોમાં આ ત્રણેય એકસાથે પોઝ આપતા જાેવા મળે છે. સારા છેલ્લા કેટલાક સમયથી તેના જીમના વીડિયો પણ પોસ્ટ કરતી હતી. ત્યારે એવું લાગે છે કે તે તેના મોડલિંગ કારકિર્દી માટે સંપૂર્ણપણે તૈયાર છે. સારા તેંડુલકર એક સ્ટનર છે અને આપણે બધા તેની સાથે સહમત છીએ. સારાએ હવે મોડલિંગના ક્ષેત્રમાં એન્ટ્રી કરી છે અને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. સારાએ તેની પ્રથમ જાહેરાતનો વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે અને તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સારા તેંડુલકર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ૧.૫ મિલિયન ફોલોઅર્સ છે.
