મુંબઈ
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૭૬૭૧ વાળા રૂ.૪૭૯૩૬ થઈ રૂ.૪૭૯૧૬ જ્યારે ૯૯.૯૦ના રૂ.૪૭૮૬૩ વાળા રૂ.૪૮૧૨૯ થઈ રૂ.૪૮૧૦૯ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૬૧૧૨૭ વાળા રૂ.૬૧૫૨૩ થઈ રૂ.૬૧૨૨૭ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૬૨થી ૯૬૩ ડોલરવાળા ૯૫૬ થઈ ૯૫૯થી ૯૬૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૮૮૩થી ૧૮૮૪ ડોલરવાળા આજે ફરી ગબડી ૧૮૪૭થી ૧૮૪૮ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. કોપરના ભાવ વિશ્વ બજારમાં આજે મોડી સાંજે ધીમો ઘટાડો બતાવી રહ્યા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઘટતા અટકી વધી આવ્યા હતા ચાંદી પણ ઉંચકાઈ હતી. જાેકે વિશ્વબજારમાં ભાવ વધ્યા પછી ફરી ઘઠયાના સમાચાર હતા. ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી પરંતુ હવે ગતી ધીમી પડયાના સમાચાર હતા. ક્રૂડતેલમાં બે દિવસીય ભાવ ઉછાળામાં ૧૩ મહિનાનો રેકોર્ડ તૂટયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૭૮૩ ડોલર વાળા ઉંચામા ૧૭૯૨ થઈ ૧૭૮૪ ડોલર રહ્યા હતા. અણદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦ ઉછળી ૯૯.૫૦ના રૂ.૪૯૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૯૭૦૦ રહ્યા હતા. અણદાવાદ ચાંદીના ભાવ જાેકે કિલોદીઠ રૂ.૬૨૫૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૨.૪૫ ડોલરથી વધી ૨૨.૫૨ થઈ ૨૨.૪૩થી ૨૨.૪૪ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ન્યુયોર્ક ક્રૂડના ૭૧.૬૦ ડોલરવાળા ૭૨.૦૫ ડોલર તથા બ્રેન્ટક્રૂડના ૭૫.૧૧ ડોલરવાળા આજે મોડી સાંજે ૭૫.૭૦ ડૅો લર બોલાઈ રહ્યાના નિર્દેશો હતા. ક્રૂડતેલમાં આજે એકંદરે ઉછાળો પચાવાઈ રહ્યો હતો એવો માહોલ જાેવા મળ્યો હતો. અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધતાં સોનામાં ઉછાલે સાવચેતી વર્તાતી હતી ત્યાં બે વર્ષના બોન્ડની યીલ્ડ વધી નવ મહિનાની ટોચે પહોંચી હતી. જાેકે વૈશ્વિક ડોલરનો ઈન્ડેક્સ ઘટયાના નિર્દેશોએ સોનામાં ઘટાડે બજારને સપોર્ટ મળી રહ્યો હતો.
