મુંબઈ
ભારતીય ટીમને ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ પછી ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવવાનું શરૂ કર્યું. આમાંથી કેટલાક લોકોએ મોહમ્મદ શમીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ટ્રોલ કરનારાઓએ રવિવારની રાત્રે તેના પ્રદર્શનને ધર્મ સાથે જાેડી તેના વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.મોહમ્મદ શમી તમારા પર ગર્વ છે આગળ વધો મોહમ્મદ શમીને લઇ મ્ઝ્રઝ્રૈંએ ખાસ સંદેશ આપ્યો છે. ટી-૨૦ વર્લ્ડકપના પ્રથમ મુકાબલામાં જ ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ટીમે ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું. જેના પછી શમીને ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો અને તેના પ્રદર્શનને તેના ધર્મ સાથે જાેડવામાં આવ્યું હતું. મામલો વણસ્યા બાદ તમામ મોટા ક્રિકેટર્સ ટ્રોલર્સની આલોચના કરી હતી. હવે બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) પણ શમીના સમર્થનમાં આવ્યું છે. ટીમ ઇન્ડિયાની બીજા મુકાબલામાં ૩૧ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર છે. બીસીસીઆઇ એ મોહમ્મદ શમીની તસવીર સાથે સોશિયલ મીડિયામાં લખ્યું,‘ગર્વ, મજબૂત, ઉપર જાેવો અને આગળ વધતા રહો.’ આ પહેલા ક્રિકેટર સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગ, ઇરફાન પઠાણ પણ શમીનો બચાવ કરતા ટ્રોલર્સની આલોચના કરી હતી. પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાનો કોઇ ખેલાડી સારૂ પ્રદર્શન કરી શક્યો નહોતો. પરંતુ માત્ર શમી જ ફેન્સના નિશાના પર હતો.


