મુંબઈ
રાજકુમાર અને પત્રલેખાના લગ્ન અત્યંત પરંપરાગત પદ્ધતિથી જયપુરમાં થશે. અત્યાર સુધી લગ્ન માટે અનેક લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. લગ્નની તૈયારીઓ પણ પુરજાેશમાં ચાલી રહી છે. આ પ્રસંગોમાં રાજકુમાર અને પત્રલેખાના પરિવાર સિવાય અમુક નજીકના મિત્રો પણ હાજર રહેશે. થોડા સમય પહેલાં જ સમાચાર સામે આવ્યા હતા કે બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને તેમની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ પત્રલેખા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, નવેમ્બર મહિનામાં ૧૦, ૧૧ અને ૧૨ તારીખે રાજકુમાર અને પત્રલેખાના લગ્નના વિવિધ ફ્ંક્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તેમના લગ્ન કયા શહેરમાં થવાના છે તેની જાણકારી સામે આવી છે. રિપોર્ટ અનુસાર, રાજકુમાર અને પત્રલેખાના લગ્ન રાજસ્થાનની પિંક સિટી એટલે કે જયપુરમાં થવાના છે. રિપોર્ટમાં એક સૂત્રના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી છે.


