મુંબઈ
ટીવી અને ફિલ્મોમાં કામ કરતાં કલાકારો પોતાને મળતાં પાત્રોને કારણે ઘણીવાર પોતાના સપના પુરા કરી લેતાં હોય છે. ટીવી શો ‘તેરી મેરી ઇક જિંદડી’ દર્શકોને ખુબ ગમ્યો છે. માહી (અમનદિપ સિધ્ધુ) અને જાેગી (અધ્વીક મહાજન)ની અનોખી પ્રેમ કહાનીએ દર્શકોનું મનોરંજન કરવામાં સફળતા મેળવી છે. બંનેએ પોતાની દિલકશ પ્રેમકહાનીથી ચાહકોનાદિલ જીત્યા છે. જાેગી અને માહીની પ્રેમ કહાનીમાં અવનીત (આલિશા પનવર)ની એન્ટ્રી પછી દર્શકોની ઉત્સુકતા વધી ગઇ હતી. જાેગી માહીની ચિંતાથી અજાણ થઇ પોતાના નવા આલ્બમની રિલીઝ અને રોકસ્ટાર બનવાના કામમાં વ્યસ્ત રહે છે. અધ્વીકે કહ્યું હતું કે આ સિરીયલના પાત્રને કારણે મારુ સપનુ પુરૂ થયું છે. મેં અસલી જિંદગીમાં રોકસ્ટાર બનવાની ઇચ્છા રાખી હતી. આ ઇચ્છા મારા જાેગીના પાત્રને કારણે પુરી થઇ છે. જાેગી શોમાં અલગ જ લૂકમાં જાેવા મળ્યો છે. આ લૂક તેને અવનીતે આપ્યો છે. આ કારણે માહી અને અવનીત વચ્ચે તુતુ મેમે થાય છે.
