મુંબઈ
રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ટેસ્ટ શ્રેણીમાં મહત્વની કડી હતા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને બંને અનુભવી ખેલાડીઓની ખોટ વર્તાશે. રોહિત શર્માની જગ્યાએ પ્રિયંક પંચાલને ટીમમાં તક મળી છે. અક્ષર પટેલ પ્લેઇંગ ઇલેવનમાં જાડેજાનું સ્થાન લેતો જાેવા મળી શકે છે. ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે.દ.આફ્રિકાના પ્રવાસ પહેલા ઈજાગ્રસ્ત થયેલ ્૨૦ અને ર્ંડ્ઢૈં ટીમના કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાઓને માત આપી ફિટનેસ સાથે ટીમમાં પરત ફરવા ટ્રેનિંગ માટે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચ્યા હતા. જેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. ટીમ ઈન્ડિયાના સફેદ બોલના કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. બંને ખેલાડીઓ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે. રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં ઈજા છે, જ્યારે રવિન્દ્ર જાડેજા કાનપુર ટેસ્ટ દરમિયાન જમણા હાથની ઈજામાંથી બહાર આવ્યો નથી. ૮ ડિસેમ્બરે ભારતીય પસંદગી સમિતિની બેઠકમાં રોહિત શર્માને ર્ંડ્ઢૈંની કપ્તાની સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. દ્ગઝ્રછમાં હાલ ેં૧૯ એશિયા કપમાં ભાગ લેતી ભારતની અંડર-૧૯ ટીમના ૨૫ ખેલાડીઓનો કેમ્પ છે. અંડર ૧૯ એશિયા કપ ૨૩ ડિસેમ્બરથી ેંછઈમાં યોજાવાનો છે. દિલ્હીના યશ ધૂલ, જે આ કેમ્પનો ભાગ છે અને એશિયા કપમાં અંડર-૧૯ ટીમની કમાન સંભાળતા પણ જાેવા મળશે, તેણે રોહિત-જાડેજા સાથેની પોતાની તસવીર શેર કરી હતી.


