Maharashtra

વિક્કી અને કેટરિના લગ્નમાં જયપુરના એરપોર્ટમાં હાઈપ્રોફાઈલ મહેમાનો ઉતરશે

,મુંબઈ
કેટરિના કૈફ અને વિક્કી મુંબઇ આવીને એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવાના છે. તેથી બોલીવૂડની ટોચની હસ્તીઓ આ પાર્ટીમાં સામેલ થાય તેવી પૂરી શક્યતા છે. કેટરિના અને વિક્કીના લગ્નમાં હાજરી આપવા માટે મહેમાનો જયપુરના એરપોર્ટ પર ઉતરી રહ્યા છે. હવે આ લગ્નમાં અંબાણી પરિવાર મહેમાન બને તેવી ચર્ચા છે. કહેવાય છે કે,અંબાણી પરિવાર માટે ઓબેરોય હોટલમાં પાંચ રૂમ રિઝર્વ કરવામાંવ્યા છે. જાેકે અંબાણી પરિવાર આ લખાઈ છે ત્યાં સુધી સવાઇ માધોપુર પહોંચ્યો હોવાના કોઇ અહેવાલ નથી. અંબાણી પરિવાર ઉપરાંત અનુષ્કા-વિરાટ, અક્ષય કુમાર અને શાહરૂખ ખાન પણ લગ્નમાં પહોંચે તેવી ચર્ચા છે. લગ્નમાં સિક્યોરિટીને લઇને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સિક્યોરિટી કોડ વગર કોઇને પણ એન્ટ્રી આપવામાં આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *