Maharashtra

વેસ્ટ ઇન્ડીઝને સતત બીજા ઝટકા રુપ વધુ એક ખેલાડી ટૂર્નામેન્ટની બહાર

મુંબઈ
વિન્ડીઝ ટીમ માત્ર ઈજાથી પરેશાન છે એવુ નથી. ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન પણ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે ટીમના દિગ્ગજ ઓપનર માર્ટિન ગુપ્ટિલની ફિટનેસ પણ સવાલોમાં છે. પગના અંગૂઠામાં ઈજાના કારણે તેનું ભારત સામે રમવું શંકાસ્પદ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક પણ ઈજાગ્રસ્ત છે અને તે શ્રીલંકા સામેની આગામી મેચમાં રમવાનો નથી.ૈંઝ્રઝ્ર ્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ ના સુપર ૧૨ રાઉન્ડને હજુ એક અઠવાડિયું પુરુ પસાર થયું નથી. પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ માટે સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીમ સુપર-૧૨ રાઉન્ડની તેની પ્રથમ બંને મેચ હારી ચૂકી છે અને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવાનો ભય તોળાઇ રહ્યો છે. ટીમની આ પહેલાથી જ ખરાબ હાલત ખેલાડીઓની ફિટનેસની સમસ્યાથી વધુ ખરાબ થઈ ગઈ છે. સતત બીજી વખત, ટીમે ઈજાના કારણે તેની ૧૫ ખેલાડીઓની ટીમમાંથી વધુ એક ખેલાડી ગુમાવ્યો છે. ટીમના લેફ્ટ ફાસ્ટ બોલર ઓબેદ મેકકોય ને ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી છે. મેકકોય પહેલા સ્પિનર ફેબિયન એલન પણ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. વિન્ડીઝની ટીમે મેકકોયની જગ્યાએ અનુભવી ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડર ને ટીમમાં સામેલ કર્યો છે. જેના માટે તેને ૈંઝ્રઝ્ર પાસેથી મંજૂરી મળી ગઈ છે. ૈંઝ્રઝ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ફાસ્ટ બોલરને તેના જમણા પગમાં ઈજા થઈ છે. જે તેને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર કરવા માટે મજબૂર બનાવી ગઇ છે. ઇજાની સ્થિતિમાં તેને આરામ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. મેકકોયે ટીમ માટે વોર્મ-અપ મેચ રમી હતી અને ત્યાર બાદ સુપર-૧૨માં ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચ રમી હતી. પરંતુ તે જ મેચમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ સામેની મેચમાં મેકકોયે માત્ર ૨ ઓવર બોલિંગમાં ૧૨ રન ખર્ચ્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. ૈંઝ્રઝ્ર ઈવેન્ટ્‌સ ટેકનિકલ કમિટીએ વિન્ડીઝ બોર્ડની વિનંતીને સ્વીકારી લીધી અને હોલ્ડરને ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. હોલ્ડર રિઝર્વ ખેલાડીઓનો ભાગ હતો. હોલ્ડરને ટીમમાં સ્થાન ન મળવાને લઈને પહેલાથી જ પ્રશ્નો ઉભા થયા હતા. ઊંચા કદના આ મજબૂત વિન્ડીઝ ઓલરાઉન્ડરે તાજેતરમાં ેંછઈ માં રમાયેલી ૈંઁન્ ૨૦૨૧ ના બીજા ભાગ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે બોલ અને બેટ વડે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે બોલીંગ વડે બેટ્‌સમેનોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. લગભગ એક મહિના સુધી ેંછઈની પીચોમાં રમ્યો હતો, તેની પાસે તેનો પૂરતો અનુભવ પણ હતો. જે હવે વિન્ડીઝની ટીમને સેમિફાઇનલની રેસમાં મદદ કરશે.

West-indies-player-jason-holder-out-of-tournament-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *