મુંબઈ
સમીર વાનખેડેની આગેવાની હેઠળની ટીમે મુંબઈના દરિયાકિનારે એક ક્રૂઝ જહાજ પર દરોડા દરમિયાન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ દરમિયાન અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. પાછળથી દરોડા દરમિયાન દ્ગઝ્રમ્ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા સ્વતંત્ર સાક્ષીઓના ઓળખ અંગે પ્રશ્નો ઉભા થયા હતા. એવો પણ આરોપ છે કે દ્ગઝ્રમ્ અધિકારીઓ દ્વારા શાહરૂખ ખાન પાસેથી પૈસા પડાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સમીર વાનખેડે દ્ગઝ્રમ્ સાથેના તેમના કાર્યકાળ પહેલા એર ઇન્ટેલિજન્સ યુનિટના ડેપ્યુટી કમિશનર અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ના એડિશનલ એસપી તરીકે સેવા આપી હતી. બાદમાં તેમને કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને મુંબઈ એરપોર્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈ એર ઈન્ટેલિજન્સ યુનિટ સાથે કામ કરતી વખતે તેમણે ઘણા એવા સેલિબ્રિટીઓને પકડી પાડ્યા હતા જેઓ કસ્ટમ્સથી બચી રહ્યા હતા. ઓગસ્ટ ૨૦૨૦ માં, તેઓ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસની તપાસ કરવા દ્ગઝ્રમ્ પહોંચ્યા હતા. મામલો પોતાના હાથમાં લઈને તેમણે ૩૩થી વધુ લોકોની ધરપકડ કરી હતી. તેમને ૨૦૨૧ માં કાર્યમાં ઉત્કૃષ્ટતા માટે ‘હોમ મિનિસ્ટર મેડલ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.ભારતીય મહેસૂલ સેવા અધિકારી સમીર વાનખેડેનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો માં કાર્યકાળ ૩૧ ડિસેમ્બરે સમાપ્ત થશે. તેઓ તેમની મુદત પૂરી થયા પછી વધુ એક્સ્ટેંશન માંગશે નહીં. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ૯૬ લોકોની ધરપકડ કરી છે અને ઓગસ્ટ અને ડિસેમ્બર ૨૦૨૦ વચ્ચે કુલ ૨૮ કેસ નોંધ્યા છે. ૨૦૨૧ માં તેઓએ ૨૩૪ લોકોની ધરપકડ કરી, ૧૧૭ કેસ નોંધ્યા છે. આશરે ૧૦૦૦ કરોડ રૂપિયાની ૧૭૯૧ કિલોથી વધુ દવાઓ અને ૧૧ કરોડ રૂપિયાથી વધુની મિલકત જપ્ત કરી છે. દ્ગઝ્રમ્ના ઝોનલ ડિરેક્ટર તરીકે, વાનખેડેએ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી, ડ્રગ સિન્ડિકેટ સામે કાર્યવાહી કરી હતી, જેમાં કથિત રીતે બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ હતી.


