મુંબઈ
બોલીવૂડ ના ભાઈજાન એવા સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ ‘અંતિમઃધ ફાઈનલ ટ્રૂથ’ ૨૬ નવેમ્બર (શુક્રવાર)ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકો નું મનને લુભાવી રહી છે અને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વીકેંડ પર દેશમાં લગભગ તમામ થિયેટર્સ હાઉસફૂલ હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સલમાનના ફેન્સ દર્શકોથી ફૂલ થિયેટરની અંદર ફટાકડા ફોડીને ‘અંતિમ’ની ઉજવણી કરતા જાેવા મળી રહ્યા છે. હવે તાજેતરમાં સલમાને આ વીડિયોને શેર કરીને ફેન્સને આ પ્રકારના સેલિબ્રેશન ન કરવાની અપીલ કરી છે.
સલમાન ખાને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લખ્યું, હું મારા તમામ ફેન્સને અપીલ કરું છું કે તેઓ થિયેટરની અંદર ફટાકડા લઈને ન જાય. આવું કરવાથી થિયેટરમાં આગ લાગવાનું જાેખમ છે. તેની સાથે જ તમે તમારી જાતને અને બીજાના જીવને જાેખમમાં મૂકી રહ્યા છો. મારી થિયેટરના ઓનર્સને અપીલ છે કે લોકોને થિયેટરની અંદર ફટાકડા લઈને ન જવા દે. સિક્યોરિટીએ એન્ટ્રી પોઈન્ટ પર આવા લોકોને અટકાવવા જાેઈએ, જે થિયેટરની અંદર ફટાકડા લઈને આવે છે. ફિલ્મને એન્જાેય કરો, પરંતુ કૃપા કરીને આવું કરવાનું ટાળો, હું મારા બધા ફેન્સને વિનંતી કરું છું. આભાર.


