મુંબઈ
રિયલ સોસિદાદે સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગામાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનને જારી રાખ્યું હતું. બીજી તરફ વર્તમાન ચેમ્પિયન એટ્લેટિકોએ ફરીથી પોતાના સમર્થકોને નિરાશ કર્યા હતા. સોસિદાદે સેલ્ટા વિગોને ૨-૧થી હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતું. એટ્લેટિકો મેડ્રિડે લેવાન્ટે સામેની મેચ ૨-૨થી ડ્રો કરી હતી જેના કારણે તેની પીછેહઠ થઈ હતી. એટ્લેટિકોના ૧૦ મેચમાં ૧૯ પોઇન્ટ છે અને તે છઠ્ઠા સ્થાને છે. એલેકસાન્દ્ર ઇસાક અને આર્ટિજ ઇલુસ્ટોન્ડોએ સોસિદાદ તરફથી બીજા હાફમાં ગોલ કર્યા હતા. સોસિદાદના ૧૧ મેચમા ૨૪ પોઇન્ટ થયા છે અને રિયલ મેડ્રિડ, સેવિલા તથા રિયલ બેટિસ તેના કરતાં ત્રણ પોઇન્ટ પાછળ છે. રિયલ મેડ્રિડ અને સેવિલાની મેચ ગોલવિહોણી રહી હતી. જાેકે આ બંને ટીમોએ સોસિદાદ કરતાં એક મેચ ઓછી રમી છે. રિયલ બેટિસે પણ ૧૧ મેચ રમી છે અને તેણે અન્ય મેચમાં વેલેન્સિયાને ૪-૦થી પરાજય આપ્યો હત


