Maharashtra

હાર બાદ કોહલી ભડક્યો ; કહ્યું- તો શું તમે રોહિતને ટીમમાંથી કાઢી મૂકશો?

મુંબઈ
ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ૈંઝ્રઝ્ર ્‌-૨૦ વર્લ્‌ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ હતી, જેમાં ઁછદ્ભ ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો ર્નિણય લીધો હતો. એવામાં પહેલા બેટિંગ કરતાં વિરાટસેનાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર ૧૫૧ રન કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાની ઓપનર્સે એકપણ વિકેટ ગુમાવ્યા વિના સ્કોર ચેઝ કરી ભારતને ૧૦ વિકેટથી હરાવ્યું છે.મેચ હાર્યા પછી વિરાટ કોહલી પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની પત્રકાર પર ભડક્યો હતો. પત્રકારે ટીમ કોમ્બિનેશન સામે સવાલ કરતાં વિરાટે કહ્યું હતું કે તો શું તમે રોહિત શર્માને હવે પ્લેઇંગ-૧૧માંથી કાઢી મૂકશો? ઉલ્લેખનીય છે કે રવિવારે રમાયેલી પાકિસ્તાન સામેની મેચમાં પાકિસ્તાને ૧૦ વિકેટથી ભારતને હરાવી દીધું છે. જાે આપણે વર્લ્‌ડ કપના ઈતિહાસ પર એક નજર ફેરવીએ તો પાકિસ્તાની ટીમ સામે ભારત સૌથી ખરાબ રીતે હારી ગયું હતું. એવામાં વિરાટ કોહલીએ ટીમની ભૂલથી લઈને ટૂર્નામેન્ટના પ્લાનિંગ અંગે વિવિધ ઘટસ્ફોટ કર્યા હતા. એટલું જ નહીં, આ દરમિયાન તેણે શાહીન આફ્રિદી અને બંને ઓપનર્સની પ્રશંસા કરી હતી. મેચ હાર્યા પછી પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલીને ટીમ કોમ્બિનેશન કેવું હોવું જાેઈએ અને એની પસંદગી સામે સવાલ ઊભો કર્યો હતો. તેણે પૂછ્યું હતું કે છેલ્લી ઘણી મેચથી ઈશાન કિશન સારા ફોર્મમાં છે તો શું રોહિતના સ્થાને તેની પસંદગી થઈ શકી હોત! આ સવાલ સાંભળતાં જ વિરાટ કોહલી પહેલા તો ગુસ્સે થઈ ગયો હતો, પરંતુ ત્યાર પછી જવાબ આપતાં કહ્યું હતું કે મેં આજે મારી બેસ્ટ ટીમ મેદાનમાં ઉતારી હતી. હવે તમને આ યોગ્ય નથી લાગતી તો તમારા અનુસાર કેવી ટીમ પસંદ કરવી જાેઈએ? શું તમે રોહિત શર્માને પ્લેઈંગ-૧૧માંથી કાઢી મૂકશો? તેમને જાણ જ હશે કે રોહિત શર્મા છેલ્લી મેચમાં કેવું રમ્યો છે. આવો જવાબ આપતાંની સાથે જ વિરાટ કટાક્ષ કરી હસવા લાગ્યો હતો. મેચ પછી પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન કોહલીએ વિરાટ નિવેદન આપ્યા પછી પણ તેણે કહ્યું હતું કે અમારી શરૂઆતમાં ૩ વિકેટ પડી ગઈ હતી. ન્યૂ બોલ સામે અમારા ઓપનર્સ સારી બેટિંગ ના કરી શક્યા, પરંતુ એમાં પાકિસ્તાની બોલર્સે પણ સારી લાઈન એન્ડ લેન્થમાં બોલ ફેંકી ભારતીય બેટર્સને મુશ્કેલીમાં મૂક્યા હતા. આ મેચમાં અમે અમારું બેસ્ટ આપી શક્યા નથી અને હું આ ભૂલનો સ્વીકાર કરું છું. જેના જવાબમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે દરેક મેચ એક વ્યૂહરચનાથી રમાતી હોય છે. મેદાનમાં જઈને ગેમ પ્લાન પ્રમાણે રમવું ઘણું અઘરું છે. વિરાટ કોહલીએ ૧૦ વિકેટથી મેચ હાર્યા પછી કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ એટલી મજબૂત છે કે તે વિશ્વની કોઈપણ ટીમને હરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામેની ૧ મેચ હારી જતાં આ ટૂર્નામેન્ટ પૂરી થઈ નથી. અમે આ હારથી ઘણું શીખ્યા છીએ અને આગામી ગેમ પર ધ્યાન આપીશું. આજે પાકિસ્તાનની ટીમ સારું રમી હતી અને અમે ઘણી ભૂલો પણ કરી હતી. દબાણમાં રમવું જેટલું સરળ લાગે એટલું નથી. પાકિસ્તાનના બોલર શાહીન આફ્રિદીએ ન્યૂ બોલથી બેક ટુ બેક વિકેટ લઈને અમારા ઓપનર્સને પેવેલિયન ભેગા કરી દીધા હતા. તેમણે જેવી રીતે અમને પાવરપ્લેમાં (૩૬/૩) દબાણમાં રાખ્યા હતા, એ જાેતાં ભારતીય ટીમે સન્માન જનક સ્કોર ઊભો કર્યો હતો.

Rohit-and-Rahul-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *