Maharashtra

હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ બિપીન રાવતના અવસાનથી બોલિવુડ સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું

મુંબઈ
તમિળનાડુના કુન્નૂરમાં ૮ ડિસેમ્બરે બપોરે ૧૨ વાગીને ૨૦ મિનિટે ઝ્રડ્ઢજી રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં જનરલ રાવતના પત્ની મધુલિકા સહિત ૧૪ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ૧૩ લોકોના અવસાન થયા છે અનેક ગંભીર રીતે ઘાયલ છે.દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું બુધવાર, ૮ ડિસેમ્બરના રોજ તમિળનાડુમાં હેલિકોપ્ટર ક્રેશ થવાથી અવસાન થયું હતું. તેમના આકસ્મિક અવસાનથી આખો દેશ શોકમાં છે. અનુપમ ખેર, કમલ હાસન, સલમાન ખાન, ઉર્મિલા માતોંડકર, લતા મંગેશકર, સોનુ સૂદ, અનિલ કપૂર, અજય દેવગન, કરન જાેહર સહિત અનેક સેલેબ્સે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. અનુપમ ખેરે કહ્યું હતું, ‘ઝ્રડ્ઢજી બિપિન રાવત તથા તેમના ધર્મપત્ની અને ૧૧ સૈન્યના અધિકારીના અવસાનના સમાચાર સાંભળીને અત્યંત દુઃખ થયું. જનરલ રાવત સાથે અનેકવાર મુલાકાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમના વ્યક્તિત્વમાં ગજબનું દુઃસાહસ તથા દેશ પ્રત્યે અથાગ પ્રેમ હતો. તેમની સાથે હાથ મિલાવીને દિલ તથા જુબાન આપોઆપ જયહિંદ કહેતી…જયહિંદ…’ સલમાન ખાને કહ્યું હતું, ‘સાંભળીને ઘણું જ દુઃખ થયું કે આ દર્દનાક ક્રેશમાં આપણે જનરલ બિપિન રાવત તથા તેમના પત્ની સહિત અન્ય આર્મી અધિકારીઓને ગુમાવ્યા. મારી પ્રાર્થના તથા સંવેદના તેમના પરિવારની સાથે છે.’ કમલ હાસને કહ્યું હતું, ‘ત્રણ સૈન્યના કમાન્ડર ઇન ચીફ બિપિન રાવત સહિત સૈન્યના અધિકારીઓને કુન્નૂર લઈ જતું હેલિકોપ્ટર પર્વતમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. પીડિત પરિવાર તથા મિત્રો પ્રત્યે મારે ઊંડી સંવેદના છે.’ ઉર્મિલાએ કહ્યું હતું, ‘જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા તથા ૧૧ અન્ય આત્માને શાંતિ મળે. પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.’ લતા મંગેશકરે જણાવ્યું હતું, ‘ઝ્રડ્ઢજી જનરલ બિપિન રાવતજી, તેમના ધર્મપત્ની તથા સૈન્યના ૧૧ અન્ય અધિકારીના અવસાનના સમાચાર ઘણાં જ આઘાતજનક છે. આપણા દેશને ઘણું જ મોટું નુકસાન થયું છે. હું ભારતમાતાના આ વીર સપૂતોને અશ્રુપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવું છું. તેમના પરિવારના દુઃખમાં સામેલ છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *