મુંબઈ
ભારતીય ટીમે ૨૦૦૬માં પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો. જે દરમિયાન ફૈસલાબાદ ના મેદાનમાં ટેસ્ટ મેચ પાકિસ્તાન સામે રમાઇ હતી. જેમાં ૨૭ છગ્ગા બંને ટીમોએ નોંધાવ્યા હતા. આમ આ ટેસ્ટ મેચ સૌથી વધુ છગ્ગા નોંધાવનારી ત્રીજા ક્રમે નોંધાઇ હતી. ત્રીજા ક્રમે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ પણ સૌથી વધુ છગ્ગા ધરાવતી મેચના રુપમાં સંયુક્ત રીતે નોંધાયેલી છે. આ મેચમાં પણ ૨૭ છગ્ગા નોંધાયા હતા. ચટ્ટોગ્રામ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં બંને ટીમોએ આક્રમક રમત દર્શાવી હતી.ભારતીય ટીમ આગામી સપ્તાહે દક્ષિણ આફ્રિકા પ્રવાસે જનાર છે. જ્યાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળની ટેસ્ટ સિરીઝ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ પહેલા ઘર આંગણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ હતી. ક્રિકેટમાં ટેસ્ટ મેચનુ ખૂબ મહત્વ રહેલુ છે. હાલમાં એશિઝ સિરીઝ ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહી છે. ટેસ્ટ સિરીઝ આમ તો ધીમી બેટીંગ માટે જાણીતી છે આમ છતાં પણ તેમાં બેટ્સમેનો છગ્ગા ફટકારવાનો મૂડ લાવી દેતા હોય છે. આવી જ કેટલીક મેચોની વાત કરીશુ જે ટેસ્ટ મેચોમાં સૌથુ વધુ છગ્ગા નોંધાઇ ચુક્યા છે. ક્યારેક ધીમી બેટીંગ દરમિયાન માહોલને આધિન બેટ્સમેનો આક્રમક મૂડમાં આવી જતા હોય છે અને છગ્ગા વાળી કરી દેતા હોય છે. જાેકે ટેસ્ટ ક્રિકેટમાં આક્રમતાના બદલે ધૈર્ય રાખીને રમવાનો માહોલ એટલે જાેવા મળતો હોય છે કે, વિકેટ જાળવી એ આ ફોર્મેટમાં મહત્વનુ પાસુ માનવામાં આવે છે. નજર કરીએ એવી ટેસ્ટ મેચો પર જેમાં છગ્ગાનો વરસાદ વરસ્યો હતો. ભારતીય ટીમ ઘર આંગણે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ ૨૦૧૯માં રમી હતી. આ સિરીઝ દરમ્યાન આ મેચમાં બંને ટીમોએ મળીને ૩૭ છગ્ગા નોંધાવ્યા હતા. છગ્ગાઓ વરસવાને લઇને આ મેચ સૌથી વધુ સિક્સર ના મામલામાં નંબર વનના સ્થાન પર છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શારજાહ ટેસ્ટના નામે હતો. આ મેચમાં રોહિત શર્માએ ૧૨ છગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૨૦૧૪માં શારજાહમાં ટેસ્ટ મેચ રમાઇ હતી. શારજાહને આમ પણ બેટ્સમેનો માટે સ્વર્ગ માનવામાં આવે છે. અહી બેટ્સમેનો મોટા શોટ ફટકાતા જાેવા એ સામાન્ય બાબત છે. અહી રમાયેલી ટેસ્ટ મેચમાં ૩૫ છગ્ગા નોંધાયા હતા. જે મેચ બીજા સ્થાન પર સૌથી વધુ છગ્ગા ધરાવતી ટેસ્ટ મેચની યાદીમાં નોંધાઇ હતી.
