મુંબઈ
સોમવારે બંનેની એક સંગીત સેરેમની હતી જેમાં કંગના રનૌતથી લઈને એકતા કપૂર પણ સામેલ હતા. હવે આજે બંને મહારાષ્ટ્ર સ્ટાઈલમાં લગ્ન કરશે.અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્નના સમાચાર હાલમાં ચારેબાજુ છવાયેલા છે. લગ્ન પહેલાની તમામ વિધિઓ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી છે. બંનેના દરેક ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને હવે બંને આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પછી બંનેની રેડ કાર્પેટ ઇવેન્ટ જે યોજાવાની હતી, જ્યાં તેઓ મીડિયા ફોટોગ્રાફર્સને મળવા આવવાના હતા તે રદ કરવામાં આવ્યું છે. અભિનેત્રીના નજીકના મિત્ર તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે ‘તમને જણાવવામાં આવે છે કે અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્નની રેડ કાર્પેટ ઇવેન્ટ કેન્સલ કરવામાં આવી છે.’ મુંબઈમાં વધી રહેલા ઓમિક્રોન કેસને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. આ નિવેદન વિશે જણાવતા તેના મિત્રએ આગળ ક્હયુ કે, તમે બધા તેમના પર ખૂબ પ્રેમ અને આશીર્વાદ વરસાવો જે તેમના જીવનની નવી શરૂઆત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.