Maharashtra

અંકિતા લોખંડે બ્લુ સાડીમાં દુલ્હનના અંદાજમાં જાેવા મળી

મુંબઈ
લગ્ન પછી પહેલીવાર મીડિયા સમક્ષ આવેલી અંકિતા એકદમ નવી દુલ્હન લુકમાં જાેવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી અંકિતા લોખંડે સુંદર બ્લુ સાડીમાં જાેવા મળી હતી. આ સાડીમાં તેની સુંદરતા વધુ ઉભરી આવી હતી. અંકિતાએ ગળામાં નેકલેસ, મંગળસૂત્ર અને હાથમાં હીરાની વીંટી પહેરેલી હતી, જેના કારણે તેણે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. અંકિતાએ આ સાડી સાથે મેચિંગ જ્વેલરી કેરી કરી હતી. અંકિતાએ લાલ સાડીને બદલે બ્લુ સાડી કેરી કરી હતી. લગ્ન દરમિયાન પણ અભિનેત્રીએ અનોખી સ્ટાઈલ કેરી કરી હતી. જાે તમે પણ લગ્ન પછી તરત જ રેડ કલરની સાડી ન પહેરવા માંગતા હોવ તો અંકિતા લોખંડેની બ્લુ કલરની સ્ટાઈલ કેરી કરો. આમાં તમે સુંદર અને સ્ટાઇલિશ દેખાશો૧૪ ડિસેમ્બરે સુંદર અભિનેત્રી અંકિતા લોખંડેએ તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ અભિનેત્રી ફેન્સ વચ્ચે છવાયેલી છે. હવે લગ્ન પછી, આ કપલ પહેલીવાર મીડિયાની સામે સ્પોટ થયું છે.

Ankinta-Lokhande-Blue-Sarees-look-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *