Maharashtra

અંડર-૧૯ વિમેન્સમાં ગુજરાતની ટીમ ૭૩માં ઓલઆઉટ

મુંબઈ
ગુજરાતના સ્કોરમાં હાઇએસ્ટ સ્કોર મી. એક્સ્ટ્રાના સ્વરૃપે ૧૬ રનનો રહ્યો હતો. ગુજરાતની આઠ ખેલાડીઓ બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શકી નહોતી. મુંબઇ તરફથી નિમ્રિતી રાણેએ સાત રનમાં ત્રણ, પ્રધન્યા ભગતે ૧૪ રનમાં બે તથા સાનિકા ચાલ્કેએ એક રનમાં બે વિકેટ ખેરવી હતી. અગાઉ મુંબઇની ટીમ માટે અચલ વાલાન્જુએ ૩૦, તુશી શાહે ૨૧ તથા ફાતિમા જાફરે ૪૯ રન બનાવ્યા હતા. ઉત્તર પ્રદેશ સામેની મેચની જેમ મુંબઇ સામે પણ ગુજરાતની બોલર્સે લાઇનલેન્થ વિના બોલિંગ કરીને ૨૭ રન વાઇડ સહિત એક્સ્ટ્રાના સ્વરૃપે ૩૦ રન આપ્યા હતા.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ગ્રાઉન્ડ ખાતે રમાતી બીસીસીઆઇની અંડર-૧૯ વિમેન્સ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટીમનો સતત બીજાે પરાજય થયો છે. મુંબઇની ટીમે ગુજરાતે ૮૮ રનથી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર મુંબઇની ટીમે ૫૦ ઓવરમાં ૧૬૧ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ગુજરાતની ટીમ ૩૫.૧ ઓવરમાં માત્ર ૭૩ રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. રનચેઝ કરનાર ગુજરાતની ટીમ તરફથી શિફાએ ૧૨ તથા લીસા જાેશીએ ૧૩ રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *