Maharashtra

અભિનેતા બનવાનું સપનુ જ જાેયુ હતું ઃ અમન ગાંધી

મુંબઈ
ટીવી શો ભાગ્ય લક્ષ્મી સફળ શો પૈકીનો એક છે. આ શોમાં રિશીના પિત્રાઇ ભાઇ રીશીનું પાત્ર અમન ગાંધી ભજવી રહ્યો છે. મુળ દિલ્હીનો અમન ઓટોમોબાઇલમાં કારકિર્દી બનાવી રહ્યો હતો. પરંતુ અભિનયના શોખને કારણે તે મુંબઇ પહોંચ્યો હતો અને હાથ અજમાવ્યો હતો. તે કહે છે અહિ સંઘર્ષ શરૃ કર્યો ત્યારે માતા-પિતાએ આર્થિક અને માનસિક એમ બંને રીતે સહકાર આપ્યો હતો. ‘ભાગ્ય લક્ષ્મી’માં અમન રિશીના કઝિન આયુષ્માનનું પાત્ર ભજવી રહ્યો છે. અમને કહ્યું હતું કે એમબીએ પુરૃ કર્યા પછી હું એક ગ્લોબલ ઓટોમોબાઇલ કંપનીમાં અસિસ્ટન્ટ મેનેજરનું કામ કરી રહ્યો હતો. પણ મને ખબર હતી કે એ મારું સપનું નથી. એકટર બનવાનો જ મેં નિર્ધાર કર્યો હતો. હું મિમિક્રી ખુબ સારી રીતે કરી શકુ છું. લોકો મને મનોરંજન આપનાર તરીકે જ ઓળખતા હતાં. આથી મેં હિમ્મત કરી અને આગળ વધી ગયો હતો. ૨૦૧૬થી નાના નાના પાત્રો ભજવ્યા પછી હવે ભાગ્ય લક્ષ્મીના મારા પાત્રને કારણે હું ખુબ જ ઉત્સાહીત છું.

aman-gandhi-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *