,મુંબઈ
‘યસ ટુ દા ડ્રેસ ઈન્ડિયા’ નામના આ શૉમાં નતાશા યુવતીઓને તેમનાં લગ્નની ખરીદી કરવામાં મદદ કરતી નજરે ચડશે. શૉ થકી પહેલી વાર નતાશા પોતાની વેડિંગ ડિઝાઈનને કેમેરા સામે રજૂ કરશે. નતાશા કહે છે કે એક દુલ્હન માટે ડ્રેસ તૈયાર કરવો એક જબરજસ્ત અનુભવ છે. દરેક યુવતી અલગ હોય છે અને તેમનાં લગ્નનો ડ્રેસ જાેઈને તેમની આંખોમાં જે ચમક જાેવા મળતી હોય છે, હું એવો અનુભવ મહેસૂસ કરવા માંગું છું. નતાશા માટે આ શૉ એટલા માટે પણ ખાસ બની રહેશે, કેમ કે પહેલી વાર તે કેમેરાનો પણ સામનો કરશે. અત્યાર સુધી તે કેમેરા સામે આવવાથી દૂર રહેતી જાેવા મળી છે. તેનું ઈન્સ્ટા ઍકાઉન્ટ પણ પ્રાઈવેટ છે. અત્યાર સુધી તેણે જાહેર માધ્યમો પર પોતાની લાઈફ, કરિયર અને વરુણ ધવન વિશે નથી કરી. તે જાહેરમાં નીકળે તો પણ કેમેરા સામે અસહજતા અનુભવે છે, એવામાં શૉ તેના ચાહકો માટે પણ એક સરપ્રાઈઝ બની રહેવાનો છે.વરુણ ધવન આ વર્ષની શરૂઆતમાં જ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરીને સેટ થઈ ગયો છે. નતાશા એક ફેશન ડિઝાઈનર છે અને તેના ડ્રેસીસ ઘણાં પસંદ કરવામાં આવે છે. જાે કે નવા સમાચાર એ છે કે નતાશા હવે ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહી છે.
